વ્હાલુડીના વિવાહ: ૩૩ કરોડ દેવી–દેવતાઓએ ૨૫ યુગલને આશીર્વાદ વરસાવ્યા

  • December 18, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દાંપત્ય જીવનમાં સુખની રંગોળી અને સૌભાગ્ય આપવામાં નિમિત બનેલા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્રારા સતત છઠ્ઠા વર્ષે યોજાઈ ગયા વ્હાલુડીના વિવાહ, આ પ્રસંગે ૩૩ કરોડ દેવી–દેવતાઓએ ૨૫ યુગલને આશીર્વાદ વરસાવ્યા જાનૈયા અને માંડવિયાઓનું ઉમળકાભેર સ્વાગત કરી રાષ્ટ્ર્રધ્વજ અને રાષ્ટ્ર્રગીત  લોત્સવ, આતશબાજી સાથે શરૂ થયો સાથે હસ્તમેળાપ અને આભમાંથી ઈશ્વવરે વરસાવ્યા હતા આશીર્વાદ, ૨૫ વ્હાલુડી દીકરીઓની લાગણીસભર વિદાયના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બન્યા સાક્ષી બન્યા હતા. સિતાપરા પરિવાર દ્રારા દરેક દીકરીઓને સોનાની ભેટ અપાઈ હતી. મુકેશભાઈ દોશીના નેતૃત્વ અને પાણ પરિવારના યજમાનપદે શાહી ઠાઠમાઠથી  લોત્સવ યોજાઈ ગયો. આ અવસરે આજકાલના મેનેજીગં ડિરેકટર ચંદ્રેશ જેઠાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ તેમજ મેયર નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનિષ રાદડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વવિન મોલિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


દીકરાનું ઘર દ્રારા સતત છઠ્ઠા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીનો સમૂહ લોત્સવ વ્હાલુડીના વિવાહનું જાજરમાન આયોજન રાજકોટની ભાગોળે આવેલ વિશ્વવા પાર્ટી પ્લેટ ખાતે કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં આ વર્ષે ૨૫ દીકરીઓ કે જેના જીવનમાંથી પિતા સમાન મેઘધનુષરૂપી રંગો ઈશ્વવરે છીનવી લીધા છે તેવી દીકરીઓના જીવનમાં દામ્પત્ય જીવનના સુખની રંગોળી કરવાનું સુખ અને સૌભાગ્યા આપવામાં નિમિત બનવાનો આ મંગલકારી પ્રસગં ધામધૂમથી જાજરનાર રીતે શાહી ઠાઠમાઠથી ઉજવાઈ જતાં ટીમ દીકરાનું ઘર દ્રારા ધન્યતાની લાગણી અનુભવી હતી.

બપોરે ૩ વાગ્યે જાન આગમન સાથે આ પ્રસંગનો શુભારંભ  થયો હતો. સંસ્થા પરિવાર દ્રારા બધી જાન અને દીકરીઓના પરવિારનું આનદં અને ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. દીકરી અને જાનૈયાના પરિવાર માટે ચા–નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાંજે ૬ વાગ્યે રાષ્ટ્ર્રધ્વજ ફરકાવી સમૂહમાં રાષ્ટ્ર્રગાન કરવામાં આવ્યું હતું. દીકરાનું ઘર–પરિવાર આયોજિત આ લોત્સવમાં સમગ્ર લ પરિસરને રગં બે રંગી લાઈટો અને ફલોથી શણગાર કરવામાં આવ્યો હતો. લ પરિસરમાં શ્રીનાથજી ભગવાનાન અન્નકૂટ દર્શન અને રાધા–કૃષ્ણની પ્રતિકૃતિ અને હિંડોળા દર્શન રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત દીકરીઓને અપાવામાં આવેલ ૨૫૦થી વધુ ચીજ વસ્તુઓનો ફર્નિચર, સોના–ચાંદીના દાગીના, કપડા, વાસણ અને ફર્નિચર, ફ્રિજ, સિલાઈ મશનની સાથે અનાજ અને કરિયાણાની ચીજવસ્તુઓ સહિતનો સમૂહ કરિયાવર પણ જોવા માટે રાખવામાં આવ્યો હતો. ૨૫ એ ૨૫ દીકરીઓના લ મંડપને પણ વિશિષ્ટ અને કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. લગ્ન મંડપમાં દીકરીઓના હસ્તમેળાપ વખતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી આ દ્રશ્ય જાણે તમામ સૌભાગ્યશાળી દીકરીઓ ઉપર આકાશમાંથી જાણે ૩૩ કરોડ દેવી–દેવતાઓ પુષ્પવર્ષા કરી અમુલખ આશીર્વાદ વરસાવતા હોય તેવું દિવ્ય અને અલૌકિક વાતાવરણ આહાર પામ્યું હતું. અને હાજર સર્વે મહેમાનો અને મહાનુભાવોની આંખોમાંથી હર્ષની લાગણીઓ વહેલા લાગી હતી. અને સૌએ આ પ્રસંગને તાળીઓથી વધાવી લીધો હતો.


દીકરાનું ઘર–પરિવાર દ્રારા આમંત્રિત મહેમાનો માટે સતત અવિરત ચા–પાણી માટે કાઠિયાવાડી કસુંબોની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દીકરી અને જાનૈયા પરિવાર, આમંત્રિત મહેમાનો, કાર્યકર્તા પરિવાર અને વિશિ  અતિથિઓ એમ કયાંય અવ્યવસ્થા ના સર્જાય તેવી ઉમદા ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.યુવાનો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. પ્રસંગને અનુરૂપ લગ્ન ગીતોની રમજટ અને ફટાણાના ગાન વચ્ચે શ્લોકોના પઠન, દેવતાઓનું પૂજન અને હવનની વૈદીમાં આહુતિઓ સહિતની હિન્દુ ધર્મ પ્રમાણે સંપૂર્ણ વૈદિક અને શાક્રોકત વિધિ કરાવવામાં આવી હતી. આજના આ લોત્સવ પૂર્વે ગણપતિજી પૂજન અને મંડપ મુહર્ત કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓને કરિયાવર સ્વરૂપે આપવામાં આવનાર ૨૫૦થી વધુ વસ્તુઓનું આણ દર્શન અને દાંડિયા રાસની સાથે દીકરીઓ ઉપરના એક લાગણીસભર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના મેટોડાના જાણીતા ઉધોગપતિ ધરમશીભાઈ સિતાપરા પરિવાર દ્રારા આ લોત્સવની તમામ ૨૫ દીકરીઓને ૧–૧ તોલા સોનાની ભેટ પણ આપવામાં આવી છે.


સંસ્થા દ્રારા તમામ દીકરીઓને મહેંદી મુકવાની અને લગ્નોત્સવ વખતે દુલ્હન સ્વરૂપ તૈયારી કરવા બ્યુટી પાર્લર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહારગામથી આવતી દીકરીઓના ઉતારા માટે હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દીકરાનું ઘર પરિવારને કુલ ૧૩૮ દીકરીઓના માતા–પિતા અને પરિવાર બનવાનું સૌભાગ્ય પ્રા થયું છે. આ ઉપરાંત અગાઉ યોજાયેલ પાંચ સમૂહ લની કુલ ૧૧૩ દીકરીઓને પણ આ લોત્સવમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ દરેક દીકરીઓને સ્મૃતિરૂપ શીખ ભેટ પણ સંસ્થા દ્રારા આપવામાં આવી હતી. લોત્સવ પરિસરમાં એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને મેડિકલ ઈમરજન્સી માટે નિષ્ણાત ડોકટરોની ટીમ પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી. સાથોસાથ સમગ્ર પ્રસંગને રૂપિયા ૧ કરોડની વીમા રાશીથી સુરક્ષિત પણ કરવામાં આવ્યો હતો. દીકરાનું ઘર પરિવારના દરેક કાર્યકર્તાઓનું ટીમ વર્ક અને છેલ્લા છ માસથી વધુ સમયનું મીની માઈક્રો પ્લાનિંગ મુજબનું અદભૂત અને બેનમૂન આયોજન જોઈ અને માણી સમગ્ર આમંત્રિત પરિવાર અને મહાનુભાવો પાસે અભિભૂત થવા સિવાય કોઈ શબ્દો જ રહ્યા ન હતા.


દીકરાનું ઘર આયોજિત માણવા અને જાણવા લાયક વ્હાલુડીના વિવાહ–૬ના આ જાજરમાન લોત્સવમાં દીકરાનું ઘરમાં નિવાસ કરતા તમામ વડીલ માવતરો, દાતાઓ, શુભેચ્છકો, સાધુ–સંતો સહિત તેમજ તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા હોદેદારો રાજકોટ શહેરની વિવિધ કચેરીઓના ટોચના અધિકારીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ અને અધ્યાપકો તેમજ સંલ કોલેજો અને શાળાઓના સંચાલકો સહિત તમામ અધિકારી અને પદાધિકારીઓ, સેવા અને સામાજિક સંસ્થાઓના પ્રતિનધિઓ, વ્યાપારિક અગ્રણીઓ, ખ્યાતનામ ડોકટરો, એન્જિનિયરો, મોટા ગજાના બિલ્ડરો, આકિર્ટેક, તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને લબ્ધ પ્રતીતિ મહાનુભાવો ખુબ જ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ પરિણીત દંપતીઓને આશીર્વાદ અને સુખમય અને મંગલમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના મુકેશ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, અનુપમ દોશી, કિરીટ આદ્રોજાની સાથોસાથ આ પ્રસંગના મુખ્ય યજમાન પાણ પરિવાર મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ, ચિરાગભાઈ પાણ અને ડો.અનિલભાઈ પટેલ અને ધરમશીભાઈ સિતાપરા પરિવાર સહિત દીકરાનું ઘર પરિવારની કોર કમિટીના મૌલેશભાઈ ઉકાણી, હસુભાઈ રાચ્છ, શિવલાલભાઈ આદ્રોજા, વલ્લ ભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો.નિદત બારોટ, વસંતભાઈ ગાદેશા, સુનિલ મહેતા, હરેશભાઈ પરસાણા, પ્રેશ પટેલ, પ્રવિણ હાપલિયા, ગૌરાંગ ઠક્કર, દિપકભાઈ જલુ, રાકેશ ભાલાળા, હરેશ મહેતા, અશ્વવિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, ઉપેન મોદી, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા,ભાવેશભાઈ તળાવિયા, ડો.મયંક ઠક્કર, ઘનશ્યામભાઈ રાચ્છ, ડો.શૈલેષ જાની અને જયેશભાઈ દોલતભાઈ ગદેશા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, સોરઠિયા સહિત દીકરાનું ઘરની ૨૦૦થી વધુ ભાઈઓ–બહેનોની કાર્યકર્તાઓની ટીમ, યશવંતભાઈ જોષી, ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, અને આર.ડી.ગારડી કોલેજ ઓફ એયુકેશન હરિપર(પાળ)ના શૈલેષ દવે સહિત સમગ્ર સ્ટાફ પરિયાર અને બીએડના વિધાર્થીઓએ આ સમગ્ર પ્રસંગને દીપાવવા છેલ્લા ૩ માસથી વધુ સમયથી દિવસ અને રાત સખત પરિશ્રમ અને જહેમત ઉઠાવી હતી.


આજકાલના મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઈ જેઠાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ઉદય કાનગડ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બન્યા સાક્ષી, સિતાપરા પરિવાર દ્રારા દરેક દીકરીઓને સોનાની ભેટ: મુકેશ દોશીના નેતૃત્વ અને પાણ પરિવારના યજમાનપદે શાહી ઠાઠમાઠથી યોજાયો લગ્નોત્સ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application