31 ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીઓ સંપન્ન ડીજેની ધૂમ વચ્ચે આતશબાજી સાથે નવાવર્ષને આવકાર્યુ

  • January 01, 2024 07:16 PM 

ભાવનગર શહેર-જિલ્લામાં અલ્પસંખ્યક ઈસાઈ સમાજ દ્વારા ચર્ચમાં સમૂહ પ્રાર્થનાઓ સાથે રાત્રે બારના ટકોરે નવા વર્ષને વધાવી અરસપરસ નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, તો યુવાધને ડીજે ના તાલે ઝૂમી આતશબાજી સાથે નવાવર્ષની ઉજવણી કરી હતી.


અંગ્રેજી વર્ષનો છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર માસ આ મહિનાની 31 તારીખે ખ્રિસ્તી સમૂદાય દ્વારા ખાસ ઉજવણીઓ કરવામાં આવે છે ત્યારે આ પર્વની ઉજવણી સામાન્યતઃ 25 ડિસેમ્બરથી જ શરૂ થતી હોય છે, પવિત્ર ધર્મસ્થળોને રોશનિઓથી ઝળહળતા કરવામાં આવે છે, છ દિવસના આ ઉત્સવમાં અલગ અલગ ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં ઈસુના પ્રાગટ્ય થી લઈને જીવનલીલા સહિતના ચરીત્રો વણી લેવામાં આવે છે ચર્ચ ઉપરાંત મિશનરી સંચાલિત સ્કૂલોમાં પણ મિની વેકેશન જાહેર કરવાથી લઈને 31 તારીખે રંગારંગ કાર્યક્રમોના અંતે આ તારીખની રાત્રે વિશેષ ઉજવણી કરવામાં આવે છે, રાત્રે બરાબર બારના ટકોરે નવા વર્ષની વધાઈ અને અરસપરસ શુભેચ્છાઓ પાઠવી ઉજવણીઓ સંપન્ન થાય છે.



આજરોજ સવારથી જ શહેરમાં યુવાઓ 31 ફસ્ટની ઉજવણીઓના મૂડમાં જણાયા હતા, ખાનગી રીસોર્ટ-પાર્ટીપ્લોટ થી લઈને જિલ્લામાં આવેલ દરીયાકાંઠા ના પર્યટન સ્થળોએ ભારે ભીડ જોવા મળી હતી, શહેરમાં તથા શહેરના નજીકના અંતરે રીસોર્ટોમા પ્રોફેશનલ ધોરણે ઉજવણીઓ નું આયોજન કરવામાં આવ્યું હોય સમીસાંજથી જ મોટી સંખ્યામાં યુવાક-યુવતીઓ આવા રીસોર્ટોમા પહોંચી હતી જેમાં સંગીતના સથવારે ડાન્સ ધમાલ ડિનર બાદ કેક કાપવામાં આવી હતી, અને રાત્રે 12 વાગ્યે આતશબાજીની શાનદાર રોશનીઓ ધૂમ-ધડાકા વચ્ચે નવાવર્ષને આવકારવામા આવ્યું હતું, આ સાથે શહેરના બોરતળાવ, જૂનાબંદર, કેબલ પુલ સહિતના સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો રવિવાર તથા નવાવર્ષની ઉજવણી કરવા એકઠા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News