વડાપ્રધાનની ઉપસ્થિતમાં યોજાનારા કાર્યક્રમમાં અંબાણી, અદાણી સહિત ૩૦૦૦ મહાનુભાવોને આમંત્રણ

  • September 26, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત સબમિટ ના ૨૦ વર્ષ પૂર્ણ થવાને ઉજવણી આવતીકાલે સાયન્સ સીટી ખાતે થનાર છે સબમિટ ઓફ સકસેસ માટે દેશભરના ટોચના ઉધોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સાયન્સ સિટીના હોલમાં ૩૦૦૦ લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ ની શ થયેલી સફર અને ભવિષ્યમાં આ સફરને ગુજરાતની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તે સંદર્ભમાં વિશેષ પ્રવચન આપશે. આ તમામ મહાનુભાવોના આગમનને લઈને આજ સાંજ સુધીમાં કન્ફર્મેશન મળી જશે.વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આવતીકાલે સાયન્સ સીટી ખાતે સમિટ ઓફ સકસેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રિલાયન્સ ,અદાણી, મહેન્દ્રા કોટક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ,ટીસીએસ, ઇન્ફોસિસ ,તાતા સ્ટીલ, સનફાર્મા બિરલા ગ્રુપ તેમજ ગુજરાતના નિરમા ટોરેન્ટ ગ્રુપ ના ઉધોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.


વર્ષ ૨૦૦૩માં ટાગોર હોલ ખાતે યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ સબમિટમાં ગુજરાત સરકારના પૂર્વ સપોર્ટ કરનાર તમામ પાયાના ઉધોગપતિઓ સહિત લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવી છે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે સાયન્સ સીટી ના હોલમાં ૩,૦૦૦ જેટલા મહાનુભાવોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિતિની શ થયેલી સફર અને ભવિષ્યમાં આસ ઉપર ને ગુજરાતની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે તે દિશામાં પ્રવચન આપશે અને કેટલાક ઉધોગપતિઓ પોતાના અનુભવો પણ જણાવશે.
વાઇબ્રન્ટ સબમિટ ૨૦૨૪ ના કાર્યક્રમની સુખલાના પ્રથમ કાર્યક્રમ બાદ જાન્યુઆરી સુધી એક પછી એક કાર્યક્રમની હારમાળા નિર્ધારિત કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application