નુરી ચોકડી નજીક ટ્રકે એકસેસને ઠોકર મારતા પિતા-પુત્ર સહિત ૩ને ઇજા

  • November 10, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓવરટેક કરવા જતા અકસ્માત થયો : ટ્રકચાલક સામે ફરીયાદ

હાપા માર્કેટ યાર્ડથી નુરી ચોકડી તરફ આવતા પેટ્રોલ પંપ નજીકના રોડ પર અશોક લેલન ટ્રકના ચાલકે ઓવરટ્રેક કરવા જતા એકસેસ બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો, જેમાં પિતા-પુત્ર સહિત ૩ ને પછાડી દઇ શરીરે નાની મોટી ઇજાઓ પહોચાડી હતી.
જામનગરના કિશાનચોક રોડ, ચુનાના ભઠ્ઠા પાસે, ઢોલીયા પીરની દરગાહ નજીક રહેતા સદામહુશેન રફીકભાઇ ચના (ઉ.વ.૨૪) નામના યુવાને ગઇકાલે સીટી-એમાં અશોક લેલન નં. જીજે૧૦ટીટી-૯૭૦૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૮-૧૦-૨૩ બપોરના સુમારે ફરીયાદી તેના મિત્ર હુશેન સલીમભાઇ અબડા રહે. ઘાંચી ખડકીની એકસેસ બાઇક નં. જીજે૩-ડીજે-૦૦૭૫માં બેસી હાપા માર્કેટ યાર્ડ તરફથી નુરી ચોકડી તરફ આવતા હતા ત્યારે આ રોડ પર પેટ્રોલ પંપ નજીક પહોચતા અશોક લેલન ગાડીના ચાલકે રીક્ષાને ઓવરટેક કરતો હોય એ વેળાએ એકસેસ મોટરસાયકલને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો, અશોક લેલનના ચાલકે બેદરકારીથી ચલાવીને એકસેસને ઠોકર મારતા ફરીયાદી તથા તેના મિત્ર હુશેન તથા તેના દિકરા મોઇનને પછાડી દઇ ફ્રેકચર સહિતની નાની મોટી ઇજાઓ પહોચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application