૨૮૮ મોત: દેશનો પ્રથમ ટ્રિપલ ટ્રેન અકસ્માત

  • June 03, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટા ડબ્બાને ફાડીને છતમાંથી બહાર નીકળ્યા

૧૨ ડબ્બાનો કચ્ચરઘાણ: ડબ્બાઓ એકબીજાની: ઉપર ચડી ગયા


ટ્રેન દુર્ઘટના: સિલની ખામી કે માનવભૂલ જવાબદાર?

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ૨૮૮ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. બહાનાગા રેલવે સ્ટેશન પાસે શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એકસપ્રેસ ટ્રેન શુક્રવારની સાંજે લગભગ સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટનાનો શિકાર બની હતી. એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, બેંગાલુ હાવડા સુપરફાસ્ટ એકસપ્રેસ ટ્રેન હાવડા જઈ રહી હતી અને એ સમયે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કેટલાંક ડબ્બા બીજા પાટા પર જઈને પડા હતા. પાટા પરથી ઉતરી ગયેલા આ ડબ્બા શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એકસપ્રેસ ટ્રેન સાથે ટકરાયા હતા. જે બાદ તેના પણ ડબ્બા પલટી ખાઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે, કોરોમંડલ એકસપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ એક માલગાડી સાથે ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત ઓરિસ્સાનાં બાલાસોર નજીક બનેલી ટિ્રપલ ટ્રેન દુર્ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે: આ ઘટના સિલની ખામીને લીધે બની કે પછી માનવ ભૂલ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ થઇ ગઈ છે: રેલવે અધિકારીઓની ઉચ્ચસ્તરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે





પીએમ મોદીએ દુ:ખ વ્યકત કયુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા છે. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને ૨ લાખ પિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ પિયા પ્રધાનમંત્રી રાષ્ટ્ર્રીય રાહત ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી હતી.





કોઈ ટ્રેન સામસામે અથડાઈ નથી
પ્રાથમિક તપાસ બાદ તેમને સમજાયું કે કોઈ ટ્રેન સામસામે ટકરાઈ નથી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે યશવંતપુર એકસપ્રેસ ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી. અકસ્માત બાદ રેલવે તપાસ સમિતિના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમના તપાસ રિપોર્ટ બાદ કદાચ આ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.





કોરોમંડલ એકસપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું
આ પછી એવું બન્યું કે કોરોમંડલ એકસપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું. રેલવેએ જણાવ્યું કે કોરોમંડલ એકસપ્રેસ અને યશવંતપુર એકસપ્રેસ બંને ટ્રેનો જે ઝડપે સામસામે દોડી રહી હતી. એક ટ્રેન કયારેય બીજી ટ્રેનની ઉપર ચઢતી નથી. આ પછી રેલ્વે એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શ કરી.





કોરોમંડલ એકસપ્રેસ આ રીતે પાટા પરથી ઉતરી ગઈ
આ દરમિયાન યશવંતપુર–હાવડા એકસપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુમાંથી કોરોમંડલ એકસપ્રેસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે હાઈસ્પીડ કોરોમંડલ એકસપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોમંડલ એકસપ્રેસની બાજુમાં ટ્રેક પર બીજી એક માલગાડી હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એકસપ્રેસ પણ તે માલગાડીને ટક્કર મારી હતી.

ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક
૨ જૂન, ૨૦૨૩ના રોજ બાલેશ્વર જિલ્લાના બહાનાગામાં થયેલી આ રેલવે દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકનો આદેશ આપ્યો છે. સમગ્ર રાયમાં આજે કોઈ પણ જાતનો ઉત્સવ મનાવવામાં નહીં આવે. સૂચના અને જનસંપર્ક વિભાગ, ઓડિશા દ્રારા આ જાણકારી જારી કરવામાં આવી છે.





તો ટ્રેન સંપૂર્ણપણે નમેલી હતી...


ઓડિશાના બાલાસોરમાં બહનાગા સ્ટેશન પાસે થયેલ અકસ્માતમાં મહિલાએ દર્દનાક દ્રશ્યનું વર્ણન કયુ હતું. કોરોમંડલ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલી વંદના ખાટેડે જણાવ્યું હતું કે હત્પં કોરોમંડલથી પરત આવતી હતી. આ વેળાએ હત્પં ટ્રેનના વોશમમાંથી બહાર આવી ત્યારે મેં અચાનક જોયુ તો ટ્રેન સંપૂર્ણપણે નમેલી હતી અને સમાન વેર વિખેર પડો હતો. જેને લઇને મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. લોકો એકબીજાની ઉપર પડા હતા. થોડી વાર તો ખ્યાલ પણ ન આવ્યો કે આ શું હતું. બાદમાં અમે બહાર આવ્યા!



ઝડપથી ચાલી રહ્યું છે બચાવ અને રાહત કાર્ય

રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે બાલાસોર રેલવે દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યુ હતું અને રાહત કાર્યેાની જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, આ એક દુ:ખદ દુર્ઘટના છે અને બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બાદ રેલવેની ટીમ ખડકપુર અને ભુવનેશ્વર સાથે એનડીઆરએફ, એસડીઆરએફ તથા સ્થાનિક ટીમો ઘટના સ્થળે રવાના થઈ હતી. ઘાયલો અને મૃતકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અમે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યાા છે, જેથી કરીને દુર્ઘટનાનું કારણ જાણી શકાય. બીજી તરફ, બાલાસોરના ફાયર વિભાગના અધિકારી રમેશ ચદ્રં માઝીએ જણાવ્યું કે, ફાયર સેવા દ્રારા અહીં હાલ ૨૦ જેટલી ગાડીઓ અને ૨૫૦ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર છે. અમારા વિભાગ દ્રારા ૩૦૦થી પણ વધુ લોકોને બચાવવામા આવ્યા છે.



મુંબઈ–ગોવા વંદે ભારત ટ્રેનનું આજે નહીં થાય ઉદઘાટન, ટ્રેન અકસ્માત બાદ મોદીએ બોલાવી બેઠક


ઓરિસ્સાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ૨૮૮ લોકોના મોત થયા છે યારે ૯૦૦ લોકો ઘાયલ થયા છે. અકસ્માતને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા છે.



અકસ્માતની ગંભીરતાને જોતા વડાપ્રધાનના કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.પીએમ મોદી આજે મુંબઈ–ગોવા માટે પહેલી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. જે મોકૂફ રાખવામાં આવી છે. આ દુર્ઘટના પર શોક વ્યકત કરતા પીએમએ ટીટ કયુ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી ;હતી. આ પછી વડાપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી છે.



એક રેલવે અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી ૧૨૮૬૪ બેંગલુ–હાવડા સુપરફાસ્ટ એકસપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડા. આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ ૧૨૮૪૧ શાલીમાર–ચેન્નઈ કોરોમંડલ એકસપ્રેસ સાથે અથડાયા હતા અને તેના કોચ પણ પલટી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોમંડલ એકસપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા, જેના કારણે ગુડસ ટ્રેન ક્રેશ થઈ ગઈ હતી.



રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યકત કર્યેા છે. સાથે જ આ દર્દનાક અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



ભાજપે તેના તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા: જે.પી. નડ્ડા





ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, ઓડિશાના બાલાસોરમાં ગત શુક્રવારે સાંજે થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુ:ખદ છે.
હત્પં આ હૃદયદ્રાવક ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાને જોતા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર કાર્યક્રમોની સાથે–સાથે દેશભરમાં યોજાનાર તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application