રાજકોટ ગ્રામ્ય પંથકમાં જુગાર–વરલી રમતા ૨૭ ઝડપાયા

  • August 31, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તીનપતિનો જુગાર અને વરલીના આંકડા લખી જુગાર રમતા ૨૭ શખ્સોને એલસીબી અને સ્થાનિક પોલીસે ઝડપી લઇ અડધા લાખથી વધુ ની રોકડ મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.
જસદણના ખાટકી વાસમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી આરીફ ઇસ્માઇલભાઈ ડાયાતર, અમીન હભાઈ ગોગડા (રહે–બંને જસદણ), રહીમ ઇસ્માઇલભાઈ સલોટ, વિનોદ દિનેશભાઇ વાળા, હનીફ સતારભાઈ ચોટલીયા (રહે–ત્રણેય બાબરા)ને ઝડપી પાડી રોકડ અને ૬ મોબાઈલ મળી કુલ .૮૦,૧૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. દરોડા દરમિયાન આરીફ ડાયાતરનો ફોન ચેક કરવામાં આવતા ફોનમાંથી ક્રિકેટ મેચની આઈડી મળી આવતા તેની સામે અલગથી ગુનો નોંધી પુછપરછ હાથ ધરતા આ આઈડી જસદણના કૃણાલ લોદરીયાએ આપ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે કૃણાલની શોધખોળ હાથ ધરી છે.

શાપરમાં છ જુગારી ઝડપાયા
શાપર (વેરાવળ) પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોદાવરી ગેઇટ પાસે જાહેર રોડ પર કેટલાકે શખ્સો ગોળ કુંડાળું વળી તીનપતીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે દરોડો પાડતા મનીષ મુકેશભાઈ અગ્રાવત(રહે–કેશરીપુલ પાસે, રાજકોટ), રાજેશ ઈશ્વરદાસ ભડીગજી (રહે–ઘણફુલીયા, તા.વંથલી), રવિ જેન્તીભાઇ કુમારખાણીયા (રહે–રીબડા), જીતુ કસ્તુરભાઈ ગોયા (રહે–કાંગશીયાળી), માંજું મીઠુભાઇ શિયાળ (રહે–ગોદાવરી ગેઇટ પાસે ઝૂંપડામાં) તમામને ઝડપી પાડી રોકડ ૭૦૪૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જેતપુરમાં જુગાર રમતા ચાર પકડાયા
જેતપુર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેતપુરના ગોપાલવાડીમાં જાહેરમાં તીનપતી રમતા નરેશ નવલભાઈ પંડા, કામિલ કાદરભાઈ લુલાણીયા, રિઝવાન કાદરભાઈ લુલાણીયા, સાજીદ યુસુફભાઇ મોર (રહે–તમામ જેતપુર)ને ઝડપી પાડી રોકડ ૧૧,૨૩૦ની મતા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.

આટકોટમાં વરલી રમતો શખ્સ ઝબ્બે
આટકોટ બસ સ્ટેન્ડ પાસે વરલીનો જુગાર રમતા સુરેશ મુળજીભાઈ સાઢમિયા (રહે–મોટા દડવા)ને પોલીસે ઝડપી લઇ રોકડ અને વરલીનું સાહિત્ય કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જેતપુરના જેતલસરમાં વરલી રમતા બે પકડાયા

જેતપુર તાલુકા પોલીસે જેતલસર જંકશન ગામના બસ સ્ટેન્ડ પાસેથી વરલીના આંકડા લખી જુગાર રમાડતો વિશાલ રમેશભાઈ ઢામેશાને અને ચાંપરાજપુર ગામેથી સુરેશ બાધાભાઈ બસિયાને ઝડપી લઇ રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કરી ગુનો નોંધ્યો છે.

ધોરાજીના સુપેડી ગામે છ ઝડપાયા
ધોરાજી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સુપેડી ગામે ભાયાણી ચોકમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ભુપત વજુભાઇ બામભણીયા, કરણ બટુકભાઈ જાડેજા, જીેશ લાલજીભાઈ બરજોડ, અજય બાબુભાઇ સોલંકી, સુરેશ ધનજીભાઈ રાઘવાણી, સાવન બટુકભાઈ જાડેજા (રહે.બધા સુપેડી)ને પકડી પાડી રોકડ ૧૧,૩૨૦ની મત્તા કબ્જે કરી હતી કાર્યવાહી કરી હતી.

મોટી પાનેલીમાં વરલી રમતા બે ઝબ્બે
ભાયાવદરના મોટી પાનેલીમાં વરલીનો જુગાર રમતો સુખા ઉર્ફે સુધો છગનભાઇ દેગામા અને મનોજ દેવજી કુંડેચાને પકડી પાડી વરલી નું સાહિત્ય અને રોકડ કબ્જે કરી ભાયાવદર પોલીસે કાર્યવાહી કરી હતી.ઉપલેટાના ભાદરચોક ગેલેકસી હોટેલ પાસે વરલીનો જુગાર રમતો અંકિત મધુરભાઈ ડાણી (રહે–ઉપલેટા)ને રાજકોટ એલસીબીએ ઝડપી લઇ રોકડ અને વરલીનું સાહિત્ય કબ્જે કરી કાર્યવાહી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application