હાલારમાં તોફાની પવનથી ર૬૪ વિજ થાંભલા જમીનદોસ્ત

  • May 31, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ ટ્રાન્સફોર્મર પણ ક્ષતિગ્રસ્ત બન્યા: બંને જિલ્લાઓમાં વીજ તંત્રને ૨૪ લાખ નું નુકસાન થયું

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની પવન ફુકાઈ રહ્યો છે.તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે જામનગરના વીજ તંત્રને ભારે નુકસાની થઈ છે. જેમાં બંને જિલ્લાઓમાં ૨૬૪ વિજ પોલ ભાગી ગયા છે, જ્યારે ત્રણ ટ્રાન્સફોર્મર ક્ષતિ ગ્રસ્તબન્યા છે. અને ૨૪.૭૫ નું નુકસાન થયું છે.
જામનગરની પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ ના હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન ભારે પવન ફુકાવાના કારણે વીજ તંત્રને નુકસાની વેઠવી પડી છે. જે મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે સર્વે દરમિયાન જામનગર જિલ્લામાં કુલ ૮૭ વીજપોલ ભાંગી ગયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૭૭ વીજપોલને નુકસાની થઈ છે, અને બંને જિલ્લાઓમાં ૨૬૪ વિજ પોલ ને નુકસાન થયું છે.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં બે ટ્રાન્સફોર્મર ક્ષતીગ્રસ્ત થયા છે. જ્યારે તેમજ દવારકા જિલ્લામાં એક ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત બન્યું છે. અને બંને જિલ્લાઓમાં વિજ તંત્ર ને કુલ ૨૪.૭૫ લાખ નું  નુકસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application