જૂનાગઢ જિલ્લામાં કંજકટીવાયટીસ અંખિયા મિલાકેના ૨૪,૨૩૪ કેસ

  • September 15, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લામાં  અખીયા મિલાકે ના વાયરલ કંજકટીવાયટીસ ના રોગમાં વધારો થયો હોય તેમ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ મળી એક માસમાં ૨૪,૨૩૪ કેસ નોંધાયા હતા. એક માસમાં આંખ આવવાના કેસો માં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે તો ખાનગીમાં સરકારી કરતા બે ગણા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 


કન્જક્ટિવાઇટિસ (અખિયા મિલાકે) રોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરો બાદ હવે ગ્રામિણ વિસ્તારોમાં પણ આંખ આવવાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જુલાઈ મહિનામાં જિલ્લામાં આંખ આવવાના ૧૬,૫૪૦ કેસો નોંધાયા હતા.
એક મહિનામાં જ વાયરલ કંજકટીવાયટીસના રોગમાં ૩૦ ટકાનો વધારો થયો હોય તેમ ઓગસ્ટ મહિનામાં જિલ્લામાં ૨૧,૨૯૩ કેસ નોંધાયા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ  દૈનિક સરેરાશ ૩૦૦ કેસો નોંધાઈ રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ૨૯૪૧ કેસો નોંધાયા છે. એક મહિનામાં   ગ્રામ્ય પંથકમાં  ૨૪,૨૩૪ આંખ આવવાના કેસ નોંધાતા સરકારી દવાખાનામાં આંખના દર્દીઓની  કતારો જોવા મળી રહી છે. 
​​​​​​​
સરકારી દવાખાનાઓ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ આંખના રોગના દર્દીઓ નિદાન કરાવી રહ્યા છે. જેથી  સરકારી કરતા ખાનગીમાં બે ગણા વધુ આંખ આવવાના કેસ ને લઈ તબીબો દ્વારા આંખના દર્દીઓને સાવચેતી માટે તાકીદ કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application