ઈઝરાયેલમાં ખોદકામ દરમિયાન 2300 વર્ષ જૂની વીંટી મળી આવતા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેનું વર્ણન હેલેનિસ્ટિક કાળથી કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વીંટી ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના બેથલહેમમાં મળી આવી હતી. વીંટી ખુબ જ નાની છે, જેના કારણે એવું માનવામાં આવે છે કે તે ત્યાં રહેતા કોઈ નાના છોકરા કે છોકરીઓ પહેરતા હશે. આ ખોદકામ ઇઝરાયેલ એન્ટિક્વિટીઝ ઓથોરિટી અને તેલ અવીવ યુનિવર્સિટીની ટીમ દ્વારા ઇલાદ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી રહ્યું હતું.
આ રિંગમાં કિંમતી પથ્થર ગાર્નેટ છે અને સોનું પણ ઉત્તમ ગુણવત્તાનું છે. આટલી જૂની હોવા છતાં રીંગ પર કાટ લાગ્યો નથી. વીંટી શોધનાર ખોદકામ ટીમના સભ્ય તેહિયા ગંગાતેએ જણાવ્યું કે અચાનક તેણે કંઈક ચમકતું જોયું. ખોદકામના નિર્દેશકો ડૉ. યેપ્તાહ શેલેવ અને રિકી જાલુટે જણાવ્યું હતું કે આ વીંટી ખૂબ જ નાની છે, જે સોનાના પાતળા પડને હથોડી મારીને બનાવવામાં આવી હશે. તે હેલેનિસ્ટિક સમયગાળાની ફેશનને પ્રતિબિંબિત કરે છે.
નવી શોધાયેલ સોનાની વીંટી શહેરમાં ખોદકામમાં મળેલી અન્ય પ્રારંભિક હેલેનિસ્ટિક સમયગાળાની જ્વેલરી સાથે મેળ ખાય છે. જેમાં શિંગડાવાળા પ્રાણીની બુટ્ટી અને સુશોભિત સોનાની માળાનો સમાવેશ થાય છે. એલેક્ઝાન્ડરના શાસનકાળથી હેલેનિસ્ટિક વિશ્વમાં સોનાના આભૂષણો પ્રખ્યાત હતા. તેહિયા ગંગાતેએ કહ્યું કે હું માટી ચાળી રહ્યો હતો અને અચાનક કંઈક ચમકતું જોયું. મેં તરત જ બૂમ પાડી કે મને એક વીંટી મળી છે. થોડીવારમાં લોકો મારી આસપાસ ભેગા થઈ ગયા. જે બાદ આ વીંટી તપાસવામાં આવી તો તે 2300 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech