ઉના પંથકમાં જુગારના ૪ દરોડામાં ૨૨ શખસ ૫૮ હજાર રોકડ સાથે ઝડપાયા

  • August 21, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પોલીસે શહેરના દડુકેશ્ર્વર ખાણ સહિત ૪ સ્થળોએ જુગાર દરોડા પાડીને ૨૨ શખસોને રૂ.૫૭,૫૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.ઉના પંથક્માં શ્રાવણ માસમાં જાણે જુગારીઓની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ જુગાર રમાતો હોય ઉના તાલુકાના પોલીસ ઈન્સ્પેકટર એન.કે.ગૌસ્વામી અને નવાબંદર મરીન પોલીસના પીએસઆઈ એ.બી.વોરાના માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્રસિંહ માનસી પરમાર, રાહુલભાઈ છેલના, એચ.એચ.ગોહિલ ઉના શહેરમાં દળકેશ્ર્વર ખાણ વિસ્તારમાં મનુ અરજણ પરમાર, મનોજગીરી ભીમગીરી, દિલીપગીરી ભીમગીરી રે.ઉનાને રોકડ રૂ.૧૩૨૭૦ સાથે પકડી પાડયા હતા જયારે બીજા બનાવમાં ઉના તાલુકાના મોટા ડેસર ગામે જુગાર રમતા રમતા દિનેશ મેનસી દમણિયા, રાજુ વિજા શિંગડ, જયેશ મેઘજી બારડ સહિત આઠ જુગારી રે.તમામ મોટા ડેસરને રોકડ રૂપિયા ૧૨૭૧૦ સાથે પકડી પાડયા હતા જયારે ત્રીજા બનાવમાં સૈયદ રાજપરા ગામે મોટી ખોડિયાર મંદિર વિસ્તારમાં જુગાર રમતા રણજીત કાના બાંભણિયા, દિવ્યેશ અરસી મજીઠિયા, રાકેશ નાનુ પરમાર સહિત સાત જુગારીઓ રે.તમામ સૈયદ રાજપરાને રોકડ રૂ.૧૭૮૩૦ને પકડી લીધા હતા જયારે ચોથા બનાવમાં ઉના તાલુકાના પાલડી ગામે ચોસઠ માતા મંદિર વિસ્તારમાં જુગાર રમતા પરબત મશરી સોલંકી, નાનું ગોવિંદ સોલંકી, અમર ચના બાંભણિયા, પરબત કાના ચૌહાણ રે.તમામ પાલડી તા.ઉનાને રોકડ રૂ.૧૩૭૩૦ સાથે પકડી પાડયા હતા અને પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આમ કુલ ૪ જગ્યાએ જુગારની રેડ કરી ૨૨ જુગારીઓને રોકડ રૂ.૫૭૫૪૦ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application