જૂનાગઢ જિલ્લામાં સાવચેતીરૂપે ૨૧૬૯ લોકોનું સ્થળાંતર કરાવાયું

  • June 14, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડા ની સંભવિત અસર વચ્ચે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક મીટીંગો કરવામાં આવી રહી છે તેમજ દરિયાઈ પટ્ટી અને જોખમી ગણાતા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની માટે સેલટર હોમ ઉભા કરવામાં આવ્યા છે જે અંતર્ગત જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં૨૧૬૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને ફૂડ પેકેટ અને જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી રહી છે. હાલ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મોજાની લહેર વધુ હોવાથી દરિયાઈ થપાટ થી લોકોને નુકસાની ન થાય તે માટે તંત્ર દ્વારા હજુ પણ લોકોનું સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ચોરવાડ અને માંગરોળ બંદર વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે દરિયાઈ મોજા માં વધારો થતાં આસપાસના વિસ્તારોને કોઈ અસર ન પડે તે માટે કોસ્ટ કાર્ડ દ્વારા પણ જરૂરી સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો છે.

એસટી વિભાગ દ્વારા દરિયાઇ પટ્ટી વિસ્તારના ૨૦૦ શેડયુલ રદ કરાયા
જુનાગઢ જિલ્લામાં વાવાઝોડા ની સંભવિત અસર વચ્ચે એસટી વિભાગ પણ સાવચેતીના ભાગરૂપે જુનાગઢ વેરાવળ અને માંગરોળ ત્રણ વિસ્તારોના ૨૦૦ શેડ્યુલ રદ કરી દરિયાઈ પટ્ટી વિસ્તારના રૂટ નો માર્ગ સ્થગિત કરવામાં આવ્યો છે. ૧૫ જૂન સુધી બે દિવસ જૂનાગઢ ગીર સોમનાથ અને માંગરોળ ત્રણ વિસ્તારોની એસટી વિભાગની બસો નો વાહન વ્યવહાર બંધ રહેશે. વાવાઝોડાની સ્થિતિ અસર થયા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવશે.


જૂનાગઢમાં અંબાજી મંદિર અને દાતાર દર્શન પર પ્રવેશબંધી

​​​​​​​જૂનાગઢ: બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ તેજ ગતિએ પવન ફુંકાઈ રહ્યો હોય જેથી પ્રવાસીઓની સાવચેતીના ભાગ‚પે જૂનાગઢ વન વિભાગ દ્વારા જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિર અને દાતાર ડુંગર પર દર્શન માટે પ્રવેશ નિષેધ કરવામાં આવેલ છે. જેથી બન્ને ડુંગર ચડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા બોરદેવી જંગલ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જયાં સુધી વાવાઝોડાની અસર ઓછી નહીં થાય ત્યાં સુધી આ નિયમ લાગુ પડશે તેમ જૂનાગઢ વન વિભાગે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application