કોઠારીયામાં ૨૦૦ ફૂટ પહોળા રોડ બનશે

  • June 21, 2024 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના સૌથી વધુ પહોળા ૨૦૦ ફટ પહોળાઈના રસ્તા કોઠારીયા વિસ્તારમાં બનાવવા નવી ટીપી સ્કીમમાં સુચવ્યું છે. રાજકોટ મહાપાલિકા દ્રારા કોઠારીયા ડ્રાટ ટીપી સ્કિમ નં.૩૦ અને ૩૧ જાહેર જનતાને જોવા માટે નાના મવા મલ્ટી એકિટવિટી સેન્ટરના ત્રીજા માળે પ્રદર્શિત કરાઇ છે. ગઇકાલે જમીન માલિકો સાથે મિટિંગ યોયા બાદ ડ્રાટની ગેઝેટમાં પ્રસિધ્ધિ થશે અને ત્યારબાદ એક માસ સુધી વાંધા–સુચનો સ્વિકારાશે. ઉપરોકત બન્ને ટીપી સ્કિમોમાં મહાનગરપાલિકાને વિવિધ હેતુના રિઝર્વેશનના કુલ ૧૦૨ પ્લોટની ૨,૫૯,૦૦૪ ચો.મી. જમીન મળશે. યારે ૪,૨૯,૫૭૭ ચો.મી.જમીનમાં ૩૦ ફટથી ૨૦૦ ફટ પહોળાઇના રસ્તાઓનું રોડ નેટવર્ક સુચવવામાં આવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન–૧૯૭૬ની કલમ– ૪૧(૧)ની જોગવાઇઓ મુજબ રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભા દ્રારા ઠરાવ નં.૯૧ તા.૧૯–૭–૨૦૨૩થી ઠરાવ્યા મુજબનાં ગામ વાવડીનાં વિસ્તારો માટે મુસદાપ નગર રચના યોજના નં.૩૦–કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તે અન્વયે ડ્રાટ ટીપી સ્કિમ અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગામ કોઠારીયાનાં સર્વે નં.૧, ૧૨૬, ૧૨૭, ૧૭૩પૈકી,૧૭૭ થી ૧૮૧, ૧૮૪ થી ૧૯૨, ૧૯૭ થી ૨૦૨ તથા ૩૫૨ પૈકી સહિતના સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે ઉપરોકત ડ્રાટ ટીપી સ્કિમ તૈયાર કરાઇ હતી ત્યારબાદ ટીપી સ્કીમની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ ગઇકાલે તા.૨૦–૬–૨૦૨૪નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી હતી.
ટાઉન પ્લાનિંગ બ્રાન્ચએ વધુમાં ઉમેયુ હતું કે ઉપરોકત વિગતો અનુસાર ગામ વાવડીનાં વિસ્તારો માટે મુસદાપ નગર રચના યોજના નં.૩૦–કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો તે અન્વયે ગામ કોઠારીયાનાં સર્વે નં.૧,૧૨૬,૧૨૭,૧૭૩પૈકી,૧૭૭ થી ૧૮૧, ૧૮૪ થી ૧૯૨, ૧૯૭ થી ૨૦૨ તથા ૩૫૨ પૈકીને આવરી લેતા વિસ્તારો માટે મુસદાપ નગર રચના યોજના અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઇ હેઠળ ગઇકાલે તા.૨૦–૬–૨૦૨૪નાં રોજ જમીન માલિકોની સભા યોજી અને યોજનાની દરખાસ્તોની વિસ્તૃત સમજુતી અપાઇ હતી.
ઉપરોકત બન્ને ડ્રાટ ટીપી સ્કિમો એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એકટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. જર જણાયે યોજના અંગેના વાંધા સુચનો સરકારી રાયપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે. જાહેર જનતા ઉપરોકત બન્ને ડ્રાટ સ્કિમ નિહાળવા અનુરોધ કરાયો છે"


ટીપી સ્કિમ નં.૩૦નો હદ વિસ્તાર (ચતુર્સીમા)
ઉત્તરે: સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.૨૯(કોઠારીયા)ની હદ આવેલ છે
દક્ષિણે: મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૮(કોઠારીયા)ની હદ તથા કોઠારીયા ગામતળ આવેલ છે
પૂર્વે: ખોખડદડી નદી તથા કોઠારીયા ગામતળ આવેલ છે
પશ્ચિમે: સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.૨૮(કોઠારીયા) તથા સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૧(કોઠારીયા)ની હદ આવેલ છે
યોજના વિસ્તારમાં કુલ ૨૫ સર્વે નંબર અને ૭૦ મૂળખડં આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૪૧ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૮૫ મળીને ૨૨૬ અંતિમખડં બનાવવામાં આવેલ છે
રાજકોટ મહાપાલિકા માટે એસઈડબલ્યુએસએચ માટે ૨૬, રહેણાંક વેંચાણ માટે ૦૬, વાણિય વેંચાણ માટે ૦૮, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૧ તેમજ ગાર્ડનઓપન સ્પેસપાકિગ હેતુ માટે ૩૪ પ્લોટસ મળીને કુલ ૮૫ અંતિમખંડોની ૧,૨૧,૯૭૦ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.
૨,૦૧,૩૧૧ ચો.મી. જેટલાં ૭.૫૦ મી., ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૦ મી. તથા ૨૪ મી. પહોળાઈનાં અલગ–અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.
સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૪૦.૦૦ ટકા
ખાનગી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૨૫.૭૩ ટકા
સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૨૯.૫૩ ટક


ટીપી સ્કિમ નં.૩૧નો હદ વિસ્તાર (ચતુર્સીમા)
ઉત્તરે: સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.૨૮(કોઠારીયા)ની હદ આવેલ છે
દક્ષિણે: મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૮(કોઠારીયા)ની હદ તથા કોઠારીયાનો નોન ટી.પી. વિસ્તાર આવેલ છે
પૂર્વે: સૂચિત મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૦(કોઠારીયા)ની હદ તથા મુસદ્દાપ નગર રચના યોજના નં.૩૮(કોઠારીયા)ની હદ આવેલ છે
પશ્ચિમે: હયાત રેલ્વે ટ્રેક, નેશનલ હાઈવે તથા કોઠારીયાનો નોન ટી.પી. વિસ્તાર આવેલ છે
યોજના વિસ્તારમાં કુલ ૨૯ સર્વે નંબર અને ૭૬ મૂળખડં આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૪૦ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૫૬ મળીને ૧૯૫ અંતિમખડં બનાવવામાં આવેલ છે
રાજકોટ મહાપાલિકા માટે એસઈડબલ્યુએએચ માટે ૦૮, રહેણાંક વેંચાણ માટે ૦૪, વાણિય વેંચાણ માટે ૦૬, ઔધોગિક વેંચાણ માટે ૦૯, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૨ તેમજ ગાર્ડનઓપન સ્પેસપાકિગ હેતુ માટે ૧૭ પ્લોટસ મળીને કુલ ૫૬ અંતિમખંડોની ૧,૩૭,૦૩૪ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.
૨,૨૮,૨૬૬ ચો.મી. જેટલાં ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૦ મી., ૨૪ મી. તથા ૬૦ મી. પહોળાઈનાં અલગ–અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.
સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૪૦.૦૦ ટકા
ખાનગી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૦.૭૯ ટકા
સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૩૦.૮૮ ટક




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application