ઇકો કાર ચાલકનું અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઈજા
જામનગર જિલ્લાના કાલાવડ ધોરાજી રોડ પર મુળીલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક જામનગરના યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે અંદર બેઠેલા બે મહિલાઓ સહિતના અન્ય પાંચ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ થી જુનાગઢ તરફ જવાના રોડ પર મૂળીલા ગામના પાટીયા પાસે પૂર ઝડપે આવી રહેલા જીજે-૩ બી.વી. ૦૭૩૭ નંબરના ટ્રકના ચાલકે સામેથી આવી રહેલી જી જે ૨૭ સીએફ ૧૭૬૪ નંબરની ઇકો કારને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ઇકો કારના ચાલક જામનગરના વતની મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઇ બકરીવાલા ને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ઈકો કારમાં બેઠેલા સિકંદર ભાઈ હુસેનભાઇ મકવાણા સહિત અન્ય પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવ અંગે સિકંદર ભાઈ મકવાણાએ ટ્રક નંબર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રક કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech