સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ભૂતેશ્વરના શખ્સને ૨૦ વર્ષની સજા
મહુવા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતા આરોપી વનરાજ નાથાભાઈ ઢાપાએ ફરીયાદીની સગીર વયની ભોગ બનનાર (ઉ.વ.૧૩ વર્ષ ૧૧ માસ) ને ગઈ તા.૫-૪-૨૦૨૩ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં ફરીયાદીના કાયદેસરના વાલીપણમાંથી લલચાવી. ફોસલાવી અપહરણ કરી જુનાગઢ ખાતે લઈ જઈ શરીર સંબંધ બાંધી તથા ફરીયાદના ત્રણેક મહીના પહેલા ભાદ્રોડ ગામે કારખાનામાં બેઠક રૂમમાં દુષ્કર્મ કરેલ. મહુવા પોલિસ સ્ટેશનમાં ભોગ બનનારના પિતાએ ફરીયાદ આપેલ.
જે કેસ મહુવાના ચોથા એડી. સેશન્સ જજ અને સ્પે.એફ.ટી. સી.(પોક્સો) કોર્ટના ન્યાયમુર્તિ અતુલકુમાર એસ. પાટીલ ની કોર્ટમાં ચાલી જતા ન્યાયમુર્તિએ આરોપી વનરાજ નાથાભાઈ ઢાપાને કલમ ૩૬૬ના ગુન્હામાં તકસીરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા થા રૂ.૧૦ હજારનો દંડ દંડ ન ભરે તોવધુ ત્રણ માસની સખત કેદની સજા તેમજ જનરલ કલોઝીસ એક્ટની કલમ-૨૬ તથા પોક્સો એક્ટની કલમ-૪૨ સાથે વાંચતા ક્રિમીનલ લો(એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૧૮ની કલમ-૩૭૬(૩) મુજબના ગુન્હામાં તક્સીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા ફરમાવેલ. તથા ભોગબનનારને પુન:વસન માટે તેમજ શારીરીક અને માનસિક વ્યવસ્થા સબબ આરોપીએ ભરેલ રૂ.૨૦ હજાર વળતર આપવાનો હુકમ કરમાવેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech