શાપર વેરાવળ પંથકની સગીરા ઉપર દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની જેલસજા

  • September 05, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાપર વેરાવળ પંથકની ૧૪ વર્ષની સગીરાને ભગાડી જઇ વતન લઈ જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં ગોંડલ સેશન્સ કોર્ટે શ્રમિક આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડને ૨૦ વર્ષ કેદની સજાનો હત્પકમ કર્યેા છે.
આ કેસની ટુંકી હકીકત એવી છે કે, રાજકોટ શહેરના શાપર વેરાવળ પંથકમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને  શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતો જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ ભગાડી ગયેલ તેવી સગીરાની માતાએ તા.૦૭ ૧૦ ૨૩ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમા ફરિયાદ આપી હતી. બાદ આરોપી જગદીશ મળી આવેલ તથા ભોગ બનનાર પણ મળી આવેલ, પોલીસે આરોપી જગદીશની ધરપકડ બાદ ધોરણસરની કાર્યવાહી કરી હતી, જેમાં સગીરાએ જણાવેલ કે આરોપી તેને બદ કામ કરવાના ઇરાદે તેના મુળ વતન ખમીદાણા (તા.કેશોદ જિ.જુનાગઢ) ગામે લઈ ગયેલ હતો અને ત્યાં સગીરા સાથે તેની મરજી વિદ્ધ બે થી ત્રણ વખત બળાત્કાર કરેલ તેવું સગીરાએ પોલીસ બના નિવેદનમાં જણાવ્યું હતું, આથી આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડ સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ મુકયું હતું. આ કેસ સ્પેશિયલ પોકસો અદાલતમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી અને તબીબી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના એડિશનલ સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ આરોપી જગદીશ ઉર્ફે અજય સોમાભાઈ રાઠોડને ૨૦ વર્ષ કેદની સજા ફરમાવી છે. આ કામમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News