CM યોગી આદિત્યનાથની હાજરી માં જ ખુરશી માટે લડી પડ્યા ભાજપના 2 વરિષ્ઠ મંત્રીઓ, વિડીયો થયો વાઇરલ

  • January 27, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસની ઉજવણીમાં યુપીના ગવર્નર આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નેતાઓ પહોંચ્યા હતા.ત્યારબાદ અનેક જગ્યાએ ગણતંત્ર દિવસના કાર્યક્રમો યોજાયા હતા. પરંતુ પ્રજાસત્તાક દિવસના એક કાર્યક્રમનો વાઇરલ વિડીયોમાં ભાજપના નેતા વછે વિવાદ થયો હોય તેમ જણાય છે. આ વીડિયોમાં યોગી સરકારના પૂર્વ મંત્રીઓ અને હાલના મંત્રીઓ ખુરશી માટે એકબીજા સાથે ટક્કર મારતા જોવા મળે છે.

વાસ્તવમાં યોગી સરકારના લઘુમતી વિભાગના પૂર્વ મંત્રી મોહસિન રઝા અને હાલમાં લઘુમતી વિભાગ સંભાળી રહેલા દાનિશ આઝાદ અંસારી ગણતંત્ર દિવસના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેજ પર બેઠેલા બંને મંત્રીઓ એક જ ખુરશી પર બેસવા માટે લડવા લાગ્યા હતા. આ ઘટના મંચ પર ત્યારે બની જ્યારે યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ અહીં હાજર હતા. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મોહસીન રઝાએ પણ આ કાર્યક્રમ વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સાથે લખનૌ વિધાનસભા માર્ગ પર 74માં પ્રજાસત્તાક દિવસ પર આયોજિત લશ્કરી શક્તિ પ્રદર્શન અને પરેડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મોહસીન રઝા અગાઉની સરકારમાં લઘુમતી મંત્રી હતા. આ વખતે આ વિભાગની કમાન દાનિશ આઝાદ અંસારીને સોંપવામાં આવી છે. દાનિશ આઝાદ અંસારી પસમંડા સમુદાયમાંથી આવે છે. આ દિવસોમાં ભાજપ પસમંડા સમાજને મદદ કરવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે સરકારમાં દાનિશ આઝાદ અન્સારીનું કદ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application