કુવાડવા રોડ પર છ કલાકમાં ત્રણ દરોડામાં ૧૯૬ બોટલ દારૂ ઝડપાયો

  • January 06, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુવાડવા રોડ પર વાંકાનેર ચોકડી અને નવાગામ પાસે પીસીબી–એલસીબી ઝોન–૧ અને કુવાડવા રોડ પોલીસે દાના દરોડા પાડી ૧૯૬ બોટલ દા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે છ કલાકના અંતરમાં પાડેલા આ દરોડામાં કુલ .૪.૨૭ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ મહિપાલસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ, હરદેવસિંહને મળેલી માહિતીના આધારે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસે અમદાવાદથી રાજકોટ તરફ આવી રહેલી એસએકસ ૪ કાર પોલીસે અટકાવી હતી. આ કારની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દાની ૧૦૫ બોટલ મળી આવી હતી. પોલીસે દાના આ જથ્થા સાથે કારચાલક વિરમ હિંમતલાલ સેજપાલ (ઉ.વ ૪૨ રહે. સોની બજાર સવજીભાઈની શેરી, ખંઢેરિયાનો ડેલો) ને ઝડપી લઇ પિયા ૯૭,૬૧૪ ની કિંમતનો દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૨.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
અન્ય દરોડામાં એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનપગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે અમદાવાદ રાજકોટ હાઇવે પર નવાગામ પુલ પાસે પંજેતન પીરની દરગાહ નજીક જાહેર રોડ પરથી શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી પિયા ૪૧,૫૦૦ ની કિંમતને ૮૩ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો આ જથ્થો મોબાઇલ અને રીક્ષા સહિત ૧.૯૬ લાખનો મુદ્દામાલ કબજે કરી રીક્ષા ચાલક દિલીપ ગોવર્ધનભાઈ બાવળીયા (ઉ.વ ૩૭ રહે. ગઢડીયાજામ, સરધારી સીમ, જસદણ) ને ઝડપી લીધો હતો. દાના ત્રીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે નવાગામ રંગીલા ઢોરા વિસ્તારમાં મામા સાહેબના મંદિર પાસે આવેલા મકાનમાં રહેતા કુલદીપ ભરતભાઈ વીકમા(ઉ.વ ૨૯) ના ઘરમાં દરોડો પાડી અહીંથી . ૪,૨૦૦ ની કિંમત નો ૧૦ બોટલ દા ઝડપી લીધો હતો

સાંઇબાબા સર્કલ પાસે એકટિવામાં છ બોટલ સાથે બે ઝડપાયા
આજીડેમ પોલીસ મથકના સ્ટાફે સાંઈબાબા સર્કલ પાસે રોલેકસ રોડ પર એકટીવા લઇ પસાર થઈ રહેલા બે શખસોને અટકાવી તેની અગં ઝડતી લેતા તેની પાસેથી દાની છ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દાની આ બોટલ અને એકટીવા,મોબાઇલ સહિત પિયા ૪૩ ૬૬૦ નો મુદ્દામાલ કબજે કરી એકટિવા પર સવાર સોહમગીરી મનહરગીરી ગોસ્વામી (ઉ.વ ૨૬ રહે. કૈલાશ પાર્ક મવડી) અને જીતેન્દ્ર બાબુભાઈ ચૌહાણ (ઉ.વ ૫૭ રહે. જસરાજનગર ૨, મવડી પ્લોટ) ને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application