નવા વર્ષના પહેલા દિવસે મોટી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ પછી પહેલીવાર દેશમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. વાસ્તવમાં આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જોવા મળ્યો છે. જેમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
છેલ્લી વખત ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો માર્ચ 2024માં હોળી પહેલા જોવા મળ્યો હતો. દેશની ઓઈલ કંપનીઓ મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે.
ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ
IOCLના ડેટા અનુસાર, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ચાર મહાનગરોમાં રહેતા લોકોએ એ જ કિંમત ચૂકવવી પડશે જે છેલ્લે 9 માર્ચ, 2024ના રોજ અપડેટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેલ કંપનીઓ દ્વારા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા થઈ ગઈ છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 6 મહિના બાદ ઘટાડો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.5 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે 1,804 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં 16 રૂપિયાનો ઘટાડો થયો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,911 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 15 રૂપિયાના ઘટાડા બાદ કિંમત 1,756 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં 14.5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1,966 રૂપિયા જોવા મળી રહી છે.
5 મહિનામાં સિલિન્ડર કેટલા મોંઘા થયા?
આ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 5 મહિના એટલે કે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી સતત મોંઘું થઈ રહ્યું હતું. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 172.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે કોલકાતા અને ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 171 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે મુંબઈમાં ભાવમાં સૌથી વધુ 173 રૂપિયાનો વધારો થયો હતો. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMશંકાસ્પદ પ્નીરનો રિપોર્ટ ઝડપથી આવે તે માટે પોલીસ પ્રત્યન કરશે
January 10, 2025 03:40 PMસોની બજારમાં ડઝન દુકાનો સીલ કરતી મ્યુનિ.ટેક્સ બ્રાન્ચ
January 10, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech