વૃદ્ધ મહિલાને પરિવાર સુધી પહોંચાડતી ૧૮૧ જામનગર

  • July 29, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દરેડ ગામ વિસ્તારમાંથી જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં કોલ કરી જણાવેલ કે મારા પાર્ટી પ્લોટના દરવાજે એક વૃદ્ધ માજી સવારના બેઠા છે અને તેઓ શારીરિક રીતે ખૂબ કમજોર છે વાત કરતા નથી અને અહીંયા હાઇવે હોવાના લીધે વાહન વગાડી દેશે એનો ડર છે જેથી તેમને મદદની જરૂર છે
ટૂંક સમયમાં જામનગર ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર મનીષા વઢવાણા પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવૈયા સહિતના સ્થળ પર પહોંચી અને  વૃદ્ધ માજી રોડ ઉપર સૂતેલા હતા તેમની કોણીયે ઘા વાગેલ હોવાથી પહેલા પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ કાઉન્સિલિંગ કરેલ.
કાઉન્સિલિંગમાં માજીએ એમનું નામ જણાવેલ અને  ઘરેથી કંકાસના કારણે ચાલ્યા આવેલ છે એવું જણાવેલ તેમજ પોતાના ઘરનું સરનામું ખબર ન હતી પરંતુ પોલીસ ચોકી પાસે મંદિર છે એટલું જણાવેલ જેથી તપાસ કરતા જાણવા મળેલ કે ત્યાંના વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ત્યાં મંદિર છે અને ત્યાં એમની જ્ઞાતિના લોકો રહે છે જેથી એમને પૂછપરછ કરવાથી ઘર મળી શકે એમ છે ત્યાંથી માજી ને ૧૮૧ ની ટીમ લઈને તેમના ઘરની શોધમાં નીકળ્યા ઘણી પૂછપરછ બાદ એક બહેને જણાવેલ કે આ માજી અહીંયા ના નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં અહીંયા રહેતા હતા હવે તે ગામડે રહે છે.
એમના કાકા દાદાના ભાઈઓ અહીંયા રહે છે તેમના ઘરનુ સરનામું આપેલ અને જણાવેલ સરનામે પહોંચતા જાણવા મળેલ કે માજીની કિડની ફેલ થઈ ગયેલ છે અને હવે ડોક્ટરે કામ કરવાની ના પાડી છે તેમના પતિ અને દીકરાની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં કોઈ કમાવા વાળું નથી આ વૃધ્ધા મજૂરી કરી ઘર ચલાવતા પરંતુ ઘણા સમયથી એ પણ કામે નથી જઇ શકતા જેના કારણે ઘર ચાલવામાં મુશ્કેલી પડે છે અને તેમના કાકા-દાદાના ભાઈઓએ જણાવેલ કે અમારી સાથે રહેવા આવતા રહો પરંતુ તેઓ આવવા માટે તૈયાર ન હતા પરંતુ વધારે બીમાર હોવાના કારણે તેઓ તેમના ઘરે લઈ આવેલ હતા અને એમને જણાવેલ કે આવતીકાલે તેમને હોસ્પિટલે એડમિટ કરવાના છે એવું જાણતા  કોઈને કીધા વગર તેઓ ઘરેથી નીકળી ગયેલ હતા.
**
દાહોદના વિખુટા પડેલા યુવાનનું પરિવાર સાથે મિલન
રાજકોટ રેન્જ આઇજી દ્વારા ગુમ થયેલા બાળકો, યુવાનોને શોધી પરત પરિવાર સાથે મિલન કરાવવા સુચના કરતા એસપી પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં ગુમ થયેલાઓને તાકીદે શોધી કાઢી માતા, પિતા સાથે મિલન કરાવવા સુચના કરતા ગ્રામ્ય ડીવાયએસપી વાઘેલા તથા ઇન્ચાર્જ સીપીઆઇ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન મુજબ પંચ-બી પીએસઆઇ એમ.એ. મોરીની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન સ્ટાફના હરદેવસિંહ જાડેજા તથા સુમિતભાઇ શિયાળને હકીકત મળેલ કે લાલપુર બાયપાસ ચોકડી, સોમનાથ હોટલ પાસે એક અસ્થીર મગજની વ્યકિત મળી આવેલ છે જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ અને સામાન ચેક કરતા આધારકાર્ડ મળી આવેલ જેમાં નામ, સરનામું નરશી રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) રહે. સુરપુર ગામ તળાવ ફળીયુ, દાહોદ હોવાનું જણાયુ હતું આથી પરિવારનો સંપર્ક કરતા તેના કાકા તેરસીંગભાઇ પોલીસ સ્ટેશને આવી ઓળખ આપી અને કોઇ કારણસર યુવાન ઘરેથી કહયા વગર જતો રહયો હતો આમ પોલીસે યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application