અમદાવાદની કોંગ્રેસ વકિગ કમિટીની બેઠકમાં દેશભરમાંથી ૧૮૦૦ મહાનુભાવો હાજર રહેશે

  • April 02, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ વકિગ કમિટીની બેઠક આગામી ૮ અને ૯ એપ્રિલે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે જેને લઇને કોંગ્રેસ પક્ષ દ્રારા તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે.જેના ભાગપે  કોંગ્રેસમાં ૨૫મી માર્ચથી બેઠકોનો દોર ચાલુ થઇ ગયો છે.સમગ્ર દેશભરમાંથી ૧૮૦૦ જેટલા મહાનુભાવો ભાગ લેવા માટે આવનાર છે. આ તમામ મહાનુભાવોના સ્વાગત થી લઈને ઉતારા સુધીની તમામ બાબતોનું માઇક્રો પ્લાનિંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ કરી રહ્યા છે.



આ અધિવેશનમાં ભાગ લેવા આવનાર ડેલિગેશનની સુવિધાઓને લઈને ગુજરાત કોંગ્રેસ દ્રારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.કોંગ્રેસના ૮૬માં અધિવેશનમાં ભાગ લેવા માટે ૩૩ રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ૧૪૦૦ જેટલા એઆઈસીસીના ડેલિગેટસ અને ૪૪૦ જેટલા કો–ઓપ્ટના સભ્યો એમ કુલ મળીને ૧૮૪૦ જેટલા ડેલિગેશનના સભ્યો આવનાર છે. વિવિધ રાયોમાંથી આ અધિવેશનમાં ડેલિગેટસના સભ્યો આવવાના છે ત્યારે તેમને ભાષાકીય કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન ગુજરાત કોંગ્રેસ દ્રારા રાખવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે આવનારા મહાનુભાવને ઉતારાથી લઈને પરત જવા સુધી તેમની સાથે કોણ રહેશે ત્યાં સુધીની બાબતોની અગાઉથી જાણકારી આપવામાં આવી છે.
આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિત સિંહ ગોહિલે તમામ બાબતોનો મોરચો સંભાળ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્રારા દેશના જુદા જુદા રાજયોમાંથી આવનારા વિવિધ પ્રદેશના લોકો માટે હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયા સહિતની ભાષાના જાણકાર હોય તેવા ગુજરાતનાં કાર્યકર્તાઓમાંથી પસંદગી કરવામાં આવી છે. જે બાદ એક ટીમમાં ૩–૩ કાર્યક્રતાઓની પસંદગી કરી હતી આમ કુલ ૪૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે.



આ સમગ્ર આયોજનને ગંભીરતાથી લેવાય અને કોઈ પણ પ્રકારની અસુવિધા ન ઉભી થાય એ માટે સ્ટેપ બાય સ્ટેપ ત્રણ મિટિંગો કરીને આવકારનાર કમિટીના સભ્યોને માર્ગદર્શન પું પાડવામાં આવ્યું હતું. આ ટીમોને પોતે જે ભાષાના જાણકાર છે તે પ્રમાણે તેમને તે સ્ટેટના ડેલીગેટની યાદી આપીને તેમની સાથે અહીં આવવાથી લઈને તેમની સુવિધા અંગેનું કોર્ડિનેશન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.  આ ૩૪૦ ટીમોનું મોનિટરિંગ રામકિશન ઓઝા, અમીબેન યાજ્ઞિક અને જેનીબેન ઠુમ્મર કરી રહ્યાં છે. આ ટીમોને ડેલીગેટ સાથે થયેલી વાતચીતની માહીતી મોનીટરીંગ કમિટીના સભ્યોને પુરી પાડવાની પણ સૂચના આપવામાં આવી છે



ગુજરાતના કયા અધિવેશનના કયા પ્રમુખ હતા
ગુજરાતમાં અત્યારસુધીમાં છ અધિવેશન યોજાઇ ચુકયા છે. સૌથી પહેલું અધિવેશન ૧૯૦૨માં અને સૌથી છેલ્લું સને ૧૯૬૯માં યોજાયું હતું. અગાઉ ગુજરાતમાં યોજાયેલાં પાંચ અધિવેશનો પૈકી


કયા અધિવેશનના કોણ પ્રમુખ હતા તેની વિગતો નીચે મુજબ છે

  • ૧૯૦૨ અમદાવાદ સુરેન્દ્રનાથ બેનરજીદિવાનબહાદુર અંબાલાલ દેસાઇ
  • ૧૯૦૭ સુરતરાસબિહારી ઘોષદિવાનબહાદુર અંબાલાલ દેસાઇ
  • ૧૯૨૧ અમદાવાદ દેશબંધુ ચિતરંજનદાસસરદાર વલ્લભભાઇ પટેલ
  • ૧૯૩૮ સુરત  સુભાષચદ્રં બોઝ દરબાર ગોપાલદાસ
  • ૧૯૬૧ ભાવનગર  નિલમ સંજીવ રેડ્ડી ઠાકોરભાઇ દેસાઇ
  • ૧૯૬૯ ગાંધીનગર નિજલિંગપ્પા વજુભાઇ શાહ
  • ૨૦૨૫અમદાવાદ મલ્લીકાર્જુન ખડગેશકિતસિંહ ગોહિલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application