થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું સઘન ચેકિંગ દારૂ પી વાહન ચલાવતા 17 ઝડપાયા

  • December 27, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફર્સ્ટને લઈ શહેર પોલીસ દ્વારા રાત્રીના સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બ્રેથ એનેલાઇઝરની મદદથી પોલીસ દ્વારા નશો કરી વાહન ચલાવનારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેર પોલીસ દ્વારા નશાની હાલતમાં વાહન ચલાવનાર સહિત 17 શખસો સામે ગુના નોંધવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના આદેશના પગલે શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ શહેરના અલગ-અલગ ટ્રાફિક પોઇન્ટ પર ખાસ કરીને રાત્રિના સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંગળવારની રાત્રે પોલીસે ચેકિંગ દરમિયાન 14 શખસોને દારૂ પી વાહન ચલાવતા અને ત્રણ શખસોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મોરબી રોડ પર વેલનાથપરા રોડ પાસેથી દારૂ પી વાહન ચલાવનાર હિતેશ વાલજીભાઈ મકવાણા, ભગવતીપરા મેઇન રોડ પરથી આશુતોષ પ્રફુલભાઈ રાઠોડ, મોરબી રોડ જકાતનાકા પાસેથી ભાવેશ લાખાભાઈ, કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે નવાગામ પાસેથી રાજુલાલ બહાદુરભાઈ ભગત, ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસેથી રફીક ઈસ્માઈલભાઈ શેખ, છોટુનગર પાસેથી રઘુવીર રમેશભાઈ નિશાદ, જામનગર રોડ પરથી કિશન વિરજીભાઈ ચારોલાને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધા હતા.
જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે રૈયાધાર પાસેથી હરેશ તુલસીભાઈ વાળા, ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર પાસેથી રોહિત જેઠાભાઈ બાબરીયા, ગંગોત્રી પાર્ક મેઇન રોડ પરથી હનુપ્રસાદ નાગેન્દ્ર પ્રસાદ શમર્નિે ઝડપી લીધો હતો. માલવીયાનગર પોલીસે નાનામવા મેઈન રોડ પરથી ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. જ્યારે થોરાળા પોલીસે ભાવનગર રોડ જયનાથ પેટ્રોલ પંપ પાસેથી નશાની હાલતમાં ભરત લાભુભાઈ મેર, રાજમોતી મીલ પાછળ મયુરનગર પાસેથી પ્રકાશ જીવણભાઈ આંબલીયા અને વિવેક પ્રવીણભાઈ બોરડને ઝડપી લીધા હતા.આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પાસેથી કિશન હસમુખભાઈ પાતાણી અને બાવકું મોહનભાઈ મકવાણાને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application