બાંગ્લાદેશને મુક્ત કરાવનાર શેખ હસીનાના પિતા સહિત કુટુંબના 17ની હત્યા થઇ હતી

  • August 06, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ જીત્યું. તે સમયે મુજીબ ઉર રહેમાન પાકિસ્તાનની જેલમાં હતો. તેને મુક્ત કરીને બાંગ્લાદેશ લાવવામાં આવ્યો હતો. તેમના પરત ફયર્િ બાદ દેશની કમાન તેમને સોંપવામાં આવી હતી.
શેખ મુજીબુર રહેમાન વિરુદ્ધ તેમના જ દેશમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યા હતા. સેનાના કેટલાક અધિકારીઓએ 15 ઓગસ્ટ 1975ના રોજ તેમની અને તેમના સમગ્ર પરિવારની હત્યા કરી હતી. નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા ન હતા. તેમની બંને પુત્રીઓ બચી ગઈ કારણ કે તેઓ દેશમાં ન હતી, જેમાંથી એક શેખ હસીના હતા, જે બાંગ્લાદેશના વડા પ્રધાન બન્યા હતા.
પહેલાં બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને તેનો વહીવટ પાકિસ્તાનમાંથી જ ચાલતો હતો. તે સમયે બાંગ્લાદેશમાં સ્વતંત્ર થવા માટે સંઘર્ષ શરુ થયો હતો. શેખ મુજીબુર રહેમાને 7 માર્ચ 1971ના રોજ ઢાકામાં કહ્યું હતું કે આ મુક્તિની લડાઈ છે, આ સ્વતંત્રતાની ચળવળ છે. તેમણે કહ્યું હતું કે અમે અમારું રક્ત આપ્યું છે અને જરૂર પડશે તો વધુ રક્ત આપીશું. વાસ્તવમાં પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા. સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબૂર રહેમાનને વધુ મત મળ્યા અને તેઓ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બંનેના વડાપ્રધાન બનવાનું નક્કી થઇ ગયું. પાકિસ્તાનને આ ફાવે તેવું નહોતું એટલે શેખની ધરપકડ કરવામાં આવી.
પાકિસ્તાનના જનરલ ટીક્કા ખાને મુજીબ ઉર રહેમાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાન સેનાએ વિદ્યાર્થીઓ, હિંદુઓ અને બંગાળી મુસ્લિમો અને મહિલાઓ સાથે અવામી લીગના નેતાઓને નિશાન બનાવ્યા હતા. શરણાર્થીઓ ભારત આવવા લાગ્યા. ભારતે વિશ્વને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.
આ પછી ભારતે મુજીબ ઉર રહેમાનના સમર્થકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. તે પછી ડિસેમ્બર 1971માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. યુદ્ધ થયું અને તેર દિવસ પછી પાકિસ્તાનનો પરાજય થયો અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું. બાંગ્લાદેશનું બંધારણ 1972માં બનાવવામાં આવ્યું હતું અને 1973માં સામાન્ય ચૂંટણીઓ પણ યોજાઈ હતી. અવામી લીગને એકતરફી જીત મળી. મુજીબ ઉર રહેમાન વડાપ્રધાન બન્યા, પરંતુ હવે તેમને સમસ્યાઓનો સામનો કરવો શરૂ થયો. દેશમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ રહી હતી. સેનાનો એક હિસ્સો પણ બાંગ્લાદેશ સરકારથી નારાજ હતો. જાન્યુઆરી 1975 માં, શેખ મુજીબુર રહેમાને બંધારણમાં સુધારો કર્યો અને પોતાને 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ જાહેર કયર્.િમુજીબ ઉર રહેમાને કહ્યું કે વિદેશી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ તે આંતરિક કાવતરું જોઈ શક્યા નહીં. ભારતીય ગુપ્તચર એજન્સી રોએ પણ તેને ચેતવણી આપી હતી, પરંતુ તે માન્યા ન હતા. આ પછી, 15 ઓગસ્ટ 1975 ની સવારે સેનાના કેટલાક લોકો શેખ મુજીબના નિવાસસ્થાને પહોંચ્યા. ખતરનાક હથિયારો અને ટેન્કો સાથે તેના ઘરે પહોંચ્યો. મુજીબ ઉર રહેમાને પોલીસને ફોન કર્યો, પરંતુ કોઈએ તેનો ફોન ઉપાડ્યો નહીં. છેવટે તે નીચે આવ્યા અને સ્પષ્ટપણે પૂછ્યું કે તેને શું જોઈએ છે. તેમાંથી એક અધિકારીએ તેને ગોળી મારી હતી. સેનાના બાકીના અધિકારીઓએ તેના બાકીના પરિવારના સભ્યોની શોધ કરી અને પરિવારના 17 લોકોને મારી નાખ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application