પોરબંદરમાં ખુબજ વિવાદાસ્પદ બનેલ એ.સી.સી. ફેકટરીના જમીનના પ્રકરણમાં કોર્ટે પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિત તેમના ભાગીદારો સામે કરેલા ૧૭ જેટલા દાવા રદ કર્યા છે. અંદાજે ૧૦ થી ૧૨ વર્ષ પહેલા એ.સી.સી. કંપનીની જમીન ઓમ ક્ધસ્ટ્રકશન કંપની કે જેમાં ભાગીદાર તરીકે પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા તથા અન્ય રહેલા હોય અને તે વખતે પોરબંદરમાં આ પ્રકરણ ખૂબજ ચર્ચાનો વિષય બની ગયેલો હતો અને ખૂબજ વિવાદ થયેલો હતો.
આ જમીન સંબંધે તેના મૂળ માલીકો ગુલામગર કાનગર રામદતી વગેરે કુલ ૧૭ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પોરબંદરની કોર્ટમાં એવા મતલબનો દાવો કરેલો હતો કે મૂળ એ.સી.સી. કંપનીની જમીન તેઓના વડવાઓએ સને ૧૯૫૫માં વેચેલી હતી અને તે વખતે પોરબંદરમાં સિમેન્ટ પ્લાન ઉભો થાય અને રોજગારીની તક મળે તેવા હેતુથી અને પરિવારના એક સભ્યને ફરજીયાત નોકરી આપવાની તેવી શરતે આ જમીનનું વેચાણ કરેલુ હોય પરંતુ એ.સી.સી. કંપનીએ આ જમીન રહેણાંક હેતુમાં ફેરવી વેચાણ કરી નાખેલું હોય તેથી તે સંબંધે પોરબંદરની કોર્ટમાં કુલ ૧૭ દાવાઓ જિલ્લા કલેકટર, ઓમ એન્ટરપ્રાઇઝના ભાગીદારો બાબુભાઇ બોખીરીયા વગેરે તથા એ.સી.સી. કંપની સામે દાખલ કરેલા હતા અને તે દાવામાં બાબુભાઇ બોખીરીયા વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા એમ.જી.શીંગરખીયા રોકાયેલા હોય અને દાવા સંબંધે વિગતવાર જવાબ રજૂ કરી કાનુની લડત આપેલી હતી. એટલુ જ નહી જે ૧૭ લોકોએ પોરબંદરની કોર્ટમાં દાવા કર્યા હતા તે તમામની ઉલટ તપાસ એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે કરતા અને તેમાં આ જમીનના દસ્તાવેજ ૧૯૫૫માં કોને કરેલા હતા? તેના કુલ કેટલા વરસો હતા? ૧૯૫૫થી ૨૦૧૫ એટલે કે ૬૦ વર્ષ દરમ્યાન કોઇ કાનુની કાર્યવાહી કરેલ છે કે કેમ? અન્ય કોઇ વારસદારોના નામ જાણો છો કે કેમ? એન્ટ્રી સંબંધે કોઇ વાંધો લીધેલ છે કે કેમ? આ તમામ પ્રશ્ર્નોના જવાબ દાવો કરનાર જાણતા ન હોય અને તે રીતે લીમીટેશન એકટની જોવાઇ મુજબ ૬૦ વર્ષ પછી કોઇ દસ્તાવેજ રદ કરવાનો દાવો કરી શકે નહીં. તેમજ અસંખ્ય વારસો પૈકી કોઇ એક વ્યક્તિ દસ્તાવેજ રદ કરવાનો દાવો કરી શકે નહી. તેવી કાયદાની મહત્વની તકરારો રેકર્ડ પર લાવતા અને દાવો કરનારને પોતાની જમીન કયાં આવી? તે પણ જાણતા ન હોવાનુ જવાબમા જણાવેલુ હોય અને હાલ એ.સી.સી. પાસે જે જમીન બાકી છે તે, બાબુભાઇ બોખીરીયાને વેચેલ છે તે જમીનમાં વાદીની જમીન છે કે નહી તે પણ જાણતા ન હોય અને તે રીતે રેકર્ડ ઉપર વાદીઓ કોઇ રીતે પોતાનો દાવો પૂરવાર કરી શકેલ ન હોય અને તે રીતે વાદવાળી જમીન જિલ્લા કલેકટરે ઔદ્યોગિક હેતુમાંથી રહેણાંક હેતુ માટે ફેરવી આપેલી જગ્યા હોય અને તે રીતે વાદીઓએ કોઇપણ રીતે રાજકીય કિન્નાખોરીથી ખોટા દાવાઓ કરેલ હોવાનું રેકર્ડ ઉપર ફલીત થતુ હોય અને તે રીતે તમામ વાદીઓએ ખોટો દાવો કરેલો હોવાનુ કોર્ટને રેકર્ડ ઉપરથી જણાય આવતા અને તેેથી પોરબંદરના પ્રિન્સિીપાલ સીનીયર સિવિલ જજ આર.એસ.શાહ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા એડવોકેટ ભરતભાઇ લાખાણીની દલીલ તથા કાયદાકીય જોગવાઇઓ ધ્યાને લઇ તમામ દાવાઓ રદ કરેલ છે. એ.સી.સી. કંપનીની જમીન સંબંધે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય અને પોરબંદરમાં ચર્ચાનો વિષય બનેલો હોય પરંતુ આ મહત્વના ચુકાદાથી હવે એ.સી.સી.ની જમીનો સંબંધેના વિવાદનો અંત આવેલ છે.
આ કામમાં ઓમ એન્ટરપ્રાઇઝના ભાગીદારો બાબુભાઇ બોખીરયા વગેરે વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણી, એમ.જી. શીંગરખીયા, નિલેષ જોશી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech