રાજકોટ જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ૧૭ પત્તાપ્રેમી ઝડપાયા

  • August 04, 2023 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જુગારના અગલ અગલ પાંચ દરોડામાં પોલીસે ૧૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જુગારના આ દરોડા ધોરાજી પોલીસ, જેતપુર, જામકંડોરણા અને ગોંડલ સિટી તથા ગોંડલ તાલુકા પોલીસે પાડયા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,ધોરાજી પોલીસ મથકના સ્ટાફે અહીંના ઝાંઝમેર ગામમાં ધાર ઉપર રાત્રીના સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં લક્કીરાજસિંહ નાનભા ચૂડાસમા,ઉમેદસિંહ કરશનજી જાડેજા,મયુર અશોકભાઇ સરવૈયા,ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા જશુભા ગોહિલ,ઘનશ્યામસિંહ નાનભાઇ ચુડાસમા અને મેહુલ હેંમતભાઇ ધરજીયાનો સામાવેશ થાય છે.પોલીસે અહીં પટ્ટમાંથી રોકડ રૂ.૧૪૦૩૦ કબજે કર્યા હતાં
​​​​​​​
જુગારના અન્ય દરોડામાં જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફે ભોજાધાર વિસ્તારમાં આવેલ અંકુર પ્રીન્ટ નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં રામજત બચુભાઇ ચૌહાણ,સુરેન્દ્ર છોટાન ચૌહાણ અને બીજય લાખપત ચૌહાણનો સમાવેશ થાય છે.પોલીસે પટ્ટમાંથી રોકડ રૂ. ૧૦,૪૨૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે જામકંડોરણા પોલીસે અહીંના ઇન્દીરાનગરમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા દિનેશ ઉર્ફે વસંત ભનુભાઇ વાઘેલા અને વિક્રમ બાવનજીભાઇ વાઘેલાને ઝડપી લીધા હતાં.પોલીસે અહીંથી રોકડ રૂ.૧૧૨૦ કબજે કર્યા હતાં.
ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે અહીંના ખોડીયારનગર વિસ્તારમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.જેમાં ભરત રામજીભાઇ મકવાણા,ધર્મેશ વીનેશભાઇ વાઘેલા,નાથા શંભુભાઇ વાઘેલા અને બાબુ છગનભાઇ પરમારનો સામાવેશ થાય છે.પોલીસે અહીં દરોડા દરમિયાન પટ્ટમાંથી રોકડ રૂ. ૨૪૪૦ કબજે કર્યા હતાં.ગોંડલ તાલુકા પોલીસે ગુંદાસરા ગામે રાત્રીના સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા શ્યામ ભરતભાઇ જોશી અને વસીમ અબ્દુલભાઇ પતાણીને ઝડપી લઇ ૪૪૫૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application