રાજકોટ એરપોર્ટ પર પાંચ શ્વાનને પકડવા ૧૬નો સ્ટાફ, એક જીપ

  • September 14, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થયાના ગણતરીના દિવસોમાં જ મુસાફરોને પ્રાથમિક સુવિધા પણ પૂરી ન પાડી શકતા વિવાદ ના વંટોળમાં ઘેરાઈ ગયું છે. મુખ્યત્વે લોકોને પાણી મળતું નથી પણ જેની સાથે સાથ એરપોર્ટ પર કૂતરાઓને કંટ્રોલમાં રાખવા પણ એરપોર્ટ ઓથોરિટી માટે ચેલેન્જ બની ગઈ છે. નવા એરપોર્ટ પર પાંચ શ્વાન ના આટા ફેરા ના લીધે પેસેન્જર ડરી રહ્યા છે તો બીજી તરફ વિમાનના આવાગમન સમયે આ પાંચ કુતરામાંથી એકેય કૂતં આડુ ન ઉતરે તેના માટે ઓથોરિટી દ્રારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ પાંચે કૂતરાઓને કંટ્રોલમાં લેવા માટે ૧૬ માણસો, ડોગ ચેઝર અને કંટ્રોલ ની ટીમ અને વોકીટોકી સાથે સભ્યોની ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે એરપોર્ટ પર પક્ષીઓને ઉડાડવા માટે ફટાકડા ફોડવામાં આવતા હોય છે જો પક્ષીઓ એન્જિનમાં ઘૂસી જાય તો દુર્ઘટના અથવા તો વિમાન ટેકનિકલ ક્ષતિગ્રસ્ત થવાનો ભય રહેતો હોય છે આ માટે ફટાકડા ફોડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવતો હોય છે જેના માટે લોકો કામ કરતા હોય છે.


પણ હવે તો આશ્ચર્યની વાત એ છે કે નવા એરપોર્ટ પર પક્ષીઓ ઉડાડવાની સાથે કૂતરાઓ આડા ન ઉતરે તે માટે પણ નવા માણસોનનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટ ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આખા દિવસ દરમિયાન ૧૧ જેટલી લાઈટ ની ઉડાન રાજકોટના નવા એરપોર્ટ પરથી ભરવામાં આવે છે આ લાઈટ ના લેન્ડીંગ કે ટેક ઓફ સમયે રન વે પર ૧૬ વ્યકિતઓની ટીમને ચોકીદારી ગોઠવવામાં આવ્યા છે આ વ્યકિતઓ રનવે તેમજ એપ્રન અને આજુબાજુના એરિયામાં જો કુતરા દેખાય તો તેને ત્યાંથી હટાવવાનું કામ કરે છે અને ખાસ કરીને વોકીટોકી ટીમને ગોઠવવામાં આવી છે આ ટીમ એટીસી સાથે સંકલન સાધિને યારે લાઇટની અવરજવર થતી હોય છે ત્યારે જો ડોગ દેખાય જાય તો તેને જાણ કરે છે અને ત્યારબાદ આ અંગે એ ટી સી પાયલોટ ને જાણ કરે છે. જેથી કરીને પાયલોટ ને કઈ રીતે વિમાનનું લેન્ડિંગ અને ટેકઓફ કરવું તેની જાણ થાય છે.એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પાંચ શ્વાન ને અહીંથી સમય લાગશે કારણકે અત્યાર સુધી તેમનો વસવાટ આ વિસ્તારમાં હોવાના લીધે તેઓને અહીંથી જલ્દી નીકાળવા નું કામ અશકય છે. આ બાબતે ઓથોરિટી દ્રારા રાજકોટ કોર્પેારેશનને અહીંથી આ પાંચ શ્વાન ને ખસેડવા માટે રજૂઆત કરાઈ હતી.

સરકાર પાઇપલાઇનથી પાણીની વ્યવસ્થા નહીં કરે તો નવું ટર્મિનલ પણ પાણી વિહોણું
નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થયાના ચાર દિવસમાં જ પાણીની પારાયણ સર્જાય છે હાલમાં વર્તમાન પરિસ્થિતિ તો એવી છે કે એરપોર્ટમાં કયાંય પાણીની સુવિધા ઉભી કરવામાં આવી જ નથી, જેમાં એરપોર્ટ ઓથોરિટીની અણઆવડત કે પછી આયોજન નો અભાવ..? જે હોય તે પરંતુ અત્યારે તો પેસેન્જર માટે સૌથી મોટી વિકટ પરિસ્થિતિ પાણી માટેની ઊભી થઈ છે. આ બાબત પર સિનિયર અધિકારીઓએ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે યાં સુધી રાજય સરકાર  દ્રારા પાઇપલાઇન દ્રારા પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી અહીંનો પાણીનો પ્રશ્નનો ઉકેલ આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. અગાઉ પણ એરપોર્ટના વરિ અધિકારીઓ દ્રારા પાણી નો પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે આખં મીચામણા કરીને ધ્યાને મુકનાર અધિકારીઓને ઠપકો આપીને બેસાડી દીધા હતા અને કારણ એવું આપ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રશ્નને રહેવા દો... બાદમાં પણ એક મહિનાના સમયગાળામાં પાણી પ્રશ્નનો ઉકેલ લાવવાનું એરપોર્ટ ઓથોરિટીને સૂયું જ નહીં અને છેવટે આ પ્રશ્ન હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો છે. હાલમાં ટેન્કર થી કામ ચલાઉ પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ આ કયાં સુધી..?? જમીનમાંથી પણ જે પાણી આવી રહ્યું છે તે પીવા લાયક નથી. આથી યાં સુધી ગુજરાત સરકાર આ બાબતે ઉકેલ નહીં લાવે તો નવા મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગમાં પણ પાણીનો પ્રશ્ન યથાવત જ રહેશે તેવી વાત એરપોર્ટના અધિકારીઓએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application