પોરબંદરમાં ૧૫૬ સ્ટ્રીટલાઇટના થયા સમારકામ

  • March 24, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેરમાં અનેક સ્ટ્રીટલાઇટો બંધ છે તેવી ફરિયાદ ઉઠવા પામતા  ૧૫૬ જેટલી સ્ટ્રીટલાઇટના સમારકામ થયા છે તે ઉપરાંત તૂટેલી પાઇપલાઇનના રીપેરીંગની કામગીરી પણ આગળ વધી છે.
સ્ટ્રીટલાઇટ સમારકામ
ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, કડીયાપ્લોટ, મીલપરા, ભોજેશ્ર્વરપ્લોટ, વાડીપ્લોટ, કમલાબાગ, ખારવાવાડ અને ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૮૧ સ્ટ્રીટલાઇટોનું સમારકામ  કરવામાં આવેલ છે. તથા છાયા તથા દરિયારોડ, નરસંગ ટેકરી, કોળીવાડ, ઝુંડાળા, નવો કુંભારવાડો, બોખીરા, જ્યુબેલી અને ખાપટ જેવા અનેક વિસ્તારોમાં ૭૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. 
પાઇપલાઇન સમારકામ
વોટરવર્કસ દ્વારા નવાપાડા, મચ્છીમાર્કેટના ટાંકાની અંદર વાલ્વ રીપેરીંગ તથા ભાટીયા બજાર, માધવપાર્ક, આશાપુરા ચોકડી, ગીતાનગર, બજાજ શો‚મ અને ખાપટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે. તે ઉપરાંત વોટર વર્કસ દ્વારા રાજીવનગર, શ્રીજીનગર, રોયલ એવેન્યુ, રવિપાર્ક, ગીતાનગર, મા‚તીનગર, યુગબજાજ શો‚મ પાસે તેમજ ભાટીયા બજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે. 
વૃક્ષોની ડાળીઓનું ટ્રીમીંગ
ગાર્ડન વિભાગ દ્વારા નરસંગ ટેકરી વિસ્તારમાં વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ તથા વસનજી ખેરાજ પ્રાથમિક શાળામાં જર્જરીત તેમજ જોખમી થયેલ ઝાડનું કટીંગ કરવામાં આવેલ છે.  તથા ગાર્ડન વિભાગ દ્વારા ચોપાટીવીલા ગાર્ડનમાં વૃક્ષોની નડતર‚પ ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ તથા કમલાબાગ, ‚પાળીબાગ, ખીજડીપ્લોટ ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application