સંયુકત રાષ્ટ્ર્ર માનવાધિકાર કમિશનરના કાર્યાલયે ગયા વર્ષે ૨૦૨૪માં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો અને ત્યારબાદ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન થયેલી હિંસા અંગેનો પોતાનો અહેવાલ રજૂ કર્યેા છે. આ અહેવાલ લઘુમતીઓ સામેની હિંસાને ઓછી આંકવાના મોહમ્મદ યુનુસ સરકારના પ્રયાસોનો પર્દાફાશ કરે છે. તે જ સમયે, શેખ હસીના પર સરકારમાં હતા ત્યારે વિધાર્થી આંદોલનને દબાવવા બદલ ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર ૨૦૨૪ના વિધાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા. આ રિપોર્ટ ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ શ થયેલી તપાસ પર આધારિત છે. તે ડોકટરો, શક્ર નિષ્ણાતો, લિંગ નિષ્ણાતો, મીડિયા અને કાનૂની સલાહકારો અને ઓપન–સોર્સ વિશ્લેષકોની ટીમ દ્રારા તૈયાર કરવામાં આવ્યું હતું.
પ્રા માહિતી અનુસાર, ગઈકાલે બહાર આવેલા અહેવાલમાં શેખ હસીનાના પક્ષ અવામી લીગના નેતાઓ, હિન્દુઓ, અહમદિયા મુસ્લિમો અને ચિત્તાગોંગ હિલ ટ્રેકટના આદિવાસીઓ સામે હિંસક ઘટનાઓ પર ચિંતા વ્યકત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન ધાર્મિક લઘુમતીઓના માનવાધિકાર ઉલ્લંઘન થયા હતા. હિન્દુઓની સાથે, અહમદિયા મુસ્લિમો અને આદિવાસીઓ પણ હિંસાનો ભોગ બન્યા છે.
અહેવાલ અનુસાર, વિધાર્થી આંદોલન શ થયા પછી બાંગ્લાદેશ સુરક્ષા દળો દ્રારા મોટાભાગના લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. માર્યા ગયેલા લોકોમાં ૧૨–૧૩ ટકા બાળકો હતા. બળવાના શઆતના દિવસોમાં, અવામી લીગ સરકારે ૧૫૦ લોકોના મોતનો સ્વીકાર કર્યેા હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકારની સુરક્ષા અને ગુચર એજન્સીઓ ગેરકાયદેસર હત્યાઓ માટે જવાબદાર હતી.યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનોને દબાવવાની વ્યૂહરચનાના ભાગ પે રાજકીય નેતૃત્વ અને વરિ સુરક્ષા અધિકારીઓના જ્ઞાન, સંકલન અને નિર્દેશનથી સેંકડો ગેરકાયદેસર હત્યાઓ, મોટા પાયે મનસ્વી ધરપકડો અને અટકાયતો અને ત્રાસ આપવામાં આવ્યા હોવાનું માનવાના વાજબી આધાર છે.
રિપોર્ટમાં એવી ઘટનાઓનો પણ ખુલાસો થયો છે યાં લોકોને નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ અહેવાલમાં મહિલાઓને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતા અટકાવવાના હેતુથી લિંગ આધારિત હિંસાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જેમાં શારીરિક હત્પમલો અને બળાત્કારની ધમકીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવું માનવા માટે વાજબી આધારો છે કે અબુ સઈદ (ગયા વર્ષના બળવાના શહીદોમાંના એક અને વિધાર્થી નેતા) ને પોલીસે જાણી જોઈને ગોળી મારી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech