જામનગર પંથકમાં ૧૪ પત્તાપ્રેમી પકડાયા : એક ફરાર

  • July 15, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિ.પ્લોટ ૫૪, મોરકંડા ધાર અને રીંજપરમાં દરોડા : કુલ ૬૩ હજારનો મુદામાલ કબ્જે

જામનગરના દિ.પ્લોટ ૫૪, મોરકંડા ધાર અને લાલપુરના રીંજપરમાં તિનપતીનો જુગાર રમતા ૧૪ શખ્સોને રોકડ, મોબાઇલ અને ગંજીપતા મળી કુલ ૬૩ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે દરોડા વખતે એક શખ્સ નાશી છુટયો હતો.
જામનગરના દિ.પ્લોટ-૫૪, વિશ્રામવાડી પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા દિ.પ્લોટ-૫૮માં રહેતા કરણ ઉર્ફે કરણ બાડો વસંત ગોરી, વિશ્રામવાડી પાછળ રહેતા મહેશ જેઠાલાલ મંગે, દિપક દામજી ગોરી અને ભવ્ય મહેશ ગોરી નામના ચાર શખ્સોને સીટી-એ પોલીસે દરોડા દરમ્યાન રોકડા ૧૦૨૬૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં જામનગર નજીક મોરકંડા ગામ ધારમાં તિનપતીની મોજ માણતા ધાર વિસ્તારમાં રહેતા વિઠલ ખીમજી નકુમ, વિજય રમેશ વિરમગામા, રાહુલ કિશોર માંડવીયા, સંજય જગદીશ સરવૈયા, અજય દાના મકવાણા, સુનિલ વિજય ડાભી અને અજય રમેશ વિરમગામા નામના શખ્સોને પંચ-બી પોલીસે દરોડો પાડીને રોકડા ૧૦૯૬૦ તથા પાંચ મોબાઇલ અને ગંજીપતા મળી કુલ ૩૫૯૬૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત લાલપુરના રીંજપર ગામ ગૌશાળા સામેના ઓટા પર તિનપતીનો જુગાર રમતા મોટા ભરુડીયા ગામના પ્રદ્યુમનસિંહ ઉર્ફે પ્રભાતસિંહ સીદુભા જાડેજા, રીંજપર ગામના ભુપત હરદાસ વસરા અને સરઘુના વાડી વિસ્તાર ખાતે રહેતા ભીખા અરશી વશરાને સ્થાનીક પોલીસે રોકડ ૧૭૦૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડયા હતા, જયારે રીંજપર ગામનો બાબુ વશરા નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application