આજથી બરાબર ૧૩૬ વર્ષ પહેલા તે સમયમાં દેશની સૌથી મોટી સમુદ્રી જળ હોનારત સોરઠના પાદરમાં થઈ હતી. કહેવાય છે કે, સોમનાથ અને માંગરોળ વચ્ચે ૧૮૮૮ની ૮ નવેમ્બરે હાજી કાસમ તારી વીજળી નામની સ્ટીમર ડુબી ગઈ હતી.
૨૫ કેબીનો ધરાવતી અને ૨૬૯ ફત્પટ લંબાઈ ધરાવતી આ બોટ ડુબી ગયાને આજે સવા સદી વીતી ચુકયા છતાં તે ઘટના વિલાપને સાંકળતા નરવા કરૂણ સાદે ગવાતા રાસ આજે પણ અમર બન્યા છે. લોક સાહિત્યકારો ડાયરાઓમાં આ ઘટના જયારે કહેવાતી હોય ત્યારે શાંતિ અને કરૂણભાવે લોકો શ્રવણ કરતા રહે છે.
કચ્છના માંડવી બંદરેથી વિક્રમ સંવત ૧૯૪૫ના કારતક સુદ પાંચમ ગુરૂવાર તથા ૮ નવેમ્બર ૧૮૮૮ના બપોરે બાર વાગ્યે વિજળી લાંગરી હતી. વેટરના ઝળહળતા વિજળી પ્રકાશને લીધે આ આગબોટનું નામ લોકોએ વિજળી નામ આપી દીધું. વિજળીને તૈયાર થતાં ત્રણ વર્ષ લાગ્યા હતા. ૧૮૮૫માં શીપ બની અને ૧૮૮૮માં એ એની સર્વ પ્રથમ સફર હતી અને એ જ સફરમાં તે ડુબી ગઈ. ૬૩ ટન ભાર ઉંચકવાની ક્ષમતા હતી. સ્ટીમરની સ્પીડ એક કલાકના ૧૩ નોટીકલ માઈલ હતી.
મુંબઈના હાજી કાસમ જુસબ નામના શેઠે કેપ્ટન જેમ્સ શેર્ફડ નામના અંગ્રેજ સાથે ભાગીદારીમાં સ્થાપેલ બોમ્બે સ્ટીમ નેવીગેશન કંપનીની આ આગબોટ વિજળીનો વહીવટ હાસમના ભાઈ હાજી કાસમ સંભાળતા હતા. તેથી એ કંપની હાજી કાસમની કંપની કહેવાતી હતી. વિજળીના કેપ્ટનનું નામ ઈબ્રાહીમ હતું જે પોતાની શકિત કાબેલીયત ઉપર ખુબ જ મુસ્તાક હતો. કચ્છના જુદા જુદા ગામેથી લની જાન એ બોટમાં ચડી હતી. ભાવ નીતરતા કંઠે હોંસથી જાનડીઓ ગીત ગાતી હતી. તો પરીક્ષા આપવા જતાં કેટલાક વિધાર્થીઓ ઉતારૂઓ પણ હતા.
વિજળીએ દ્રારકાનો કિનારો છોડતાં જ દરિયામાં વાવાઝોડું સુસવાટા મારતો પવન શરૂ થયો અને વિજળી પોરબંદર પહોંચી ત્યારે ત્યાંના બંદર ઓફીસર લેલી સાહેબે વિજળીને આગળ ન વધવા સખત ચેતવણી પણ આપી હતી. પરંતુ ઈબ્રાહીમભાઈને પોતાની પ્રચડં શકિતમાં લોખંડી વિશ્ર્વાસ હતો કે મારી સ્ટીમર આવા વાવાઝોડાને ગણકારે નહીં લેલીએ કાળા વાવટા ફરકાવી કડકાઈથી સ્ટીમર રોકવા ખૂબ કોશિષ કરી પણ સ્ટીમર તેને પણ અવગણી પુરપાટ વેગે દરિયામાં દોડવા લાગી. થોડી જ વારમાં યમદુત જેવા સાગરના મોજાથી સ્ટીમર રમકડાની જેમ સમુદ્રમાં હાલક ડોલક થવા લાગી. ૧૩૦૦ જેટલા પ્રવાસીઓ આ બોટ ડુબવાથી દરિયામાં ગરક થયા ગુણવંતરાય આચાર્ય આ ઘટના સંદર્ભે પુસ્તક પણ લખ્યું છે. અનેક ગુજરાતી ફિલ્મો, નાટકો, લોકરાસ પણ લખાયા છે. ઝવેરચદં મેઘાણીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાઇવે પર બાઇક રેસનો સ્ટંટ કરનાર સાત સામે ફરીયાદ
May 21, 2025 01:31 PMજામનગર શહેર-જીલ્લામાં યમરાજનું કાળચક્ર : ચાર અપમૃત્યુ
May 21, 2025 01:28 PMજામનગરમાં વિદેશી દારુના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
May 21, 2025 01:26 PMજામનગર: ગોરધનપર પાટિયા પાસે ખાનગી બસના ચાલકે નગરસેવિકાને અડફેટે લેતા અકસ્માત
May 21, 2025 12:30 PMજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech