કલાઈમેટ એક્ટીવિસ્ટ અને લદ્દાખની સમસ્યાઓ પર અવાજ ઉઠાવનાર સોનમ વાંગચુક સહિત તેના લગભગ 130 સમર્થકોને ગઈકાલે સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે દિલ્હીની સરહદો પર બીએનએસની કલમ 163 લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ કાર્યવાહીને લઈને પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કયર્િ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, પયર્વિરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહેલા સોનમ વાંગચુક જી અને સેંકડો લદ્દાખીઓને અટકાયતમાં લેવા અસ્વીકાર્ય છે. લદ્દાખના ભવિષ્ય માટે ઉભેલા વડીલોને દિલ્હી સરહદ પર નજરકેદ કરવામાં આવી રહ્યા છે. મોદીજી આ ચક્રવ્યુહ પણ તૂટી જશે અને તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.
વાસ્તવમાં, સોનમ વાંગચુક ગઈકાલે રાત્રે તેના નિર્ધિરિત કાર્યક્રમ મુજબ 700 કિલોમીટર લાંબી દિલ્હી ચલો પદયાત્રા કરતી વખતે હરિયાણાથી સિંઘુ બોર્ડર દ્વારા દિલ્હીમાં પ્રવેશ્યા કે તરત જ દિલ્હી પોલીસે તેને અટકાવ્યા. લગભગ 130 કાર્યકરો પણ તેમની સાથે હતા. દિલ્હી પોલીસે તેમને સમજાવ્યા અને પાછા ફરવા કહ્યું, પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
સોનમ વાંગચુકે તેના સમર્થકો સાથે 1 સપ્ટેમ્બરના રોજ લેહથી નવી દિલ્હી સુધી પગપાળા કૂચ શરૂ કરી હતી. તેમની દિલ્હી મુલાકાતનો હેતુ કેન્દ્રને તેમની માંગણીઓ અંગે લદ્દાખના નેતૃત્વ સાથે ફરી વાતચીત શરૂ કરવા વિનંતી કરવાનો છે. 14 સપ્ટેમ્બરે જ્યારે વાંગચુકની પદયાત્રા હિમાચલ પ્રદેશ પહોંચી ત્યારે તેમણે કહ્યું હતું કે અમે સરકારને પાંચ વર્ષ પહેલા આપેલા વચનને પૂર્ણ કરવાની યાદ અપાવવાના મિશન પર છીએ.
શું છે વાંગચુકની માગ?
સોનમ વાંગચુકની એક મોટી માંગ લદ્દાખને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની છે, જેથી સ્થાનિક લોકોને તેમની જમીન અને સાંસ્કૃતિક ઓળખની સુરક્ષા માટે કાયદો બનાવવાની સત્તા આપવામાં આવે. આ ઉપરાંત, તે લદ્દાખને રાજ્યનો દરજ્જો અને લદ્દાખ માટે મજબૂત પયર્વિરણીય સુરક્ષાની હિમાયત કરી રહ્યા છે. આ માંગણીઓને લઈને તેમણે લેહમાં નવ દિવસ ઉપવાસ પણ કયર્િ છે. ત્યારબાદ તેમનો ભાર લદ્દાખની નાજુક પર્વતીય પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની સુરક્ષાના મહત્વ તરફ અધિકારીઓનું ધ્યાન દોરવા પર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech