રાજકોટ જિલ્લામાં જુગારના અલગ-અલગ દરોડાઓમાં પોલીસે 13 ખેલીઓને ઝડપી લીધા હતા. જેમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શખસોને જ્યારે વરલી ફીચરના આંકડા લઈ જુગાર રમી રહેલા ચાર શખસોને પકડી પાડ્યા હતા.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે સુપેડી ગામે પટેલ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં અશ્વિન ભુપતભાઈ મકવાણા, નિલેશ મોહનભાઈ રોજાસરા, હરેશ રમેશભાઈ મકવાણા અને મિલન કિશોરભાઈ જાંબુકિયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 11,620 કબજે કયર્િ હતા.
જુગારના અન્ય દરોડામાં મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના સ્ટાફે જુના વડવાજડી ગામમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં પરાક્રમસિંહ કિશોરસિંહ જાડેજા,મિલનસિંહ કનકસિંહ સરવૈયા, કિસન લાખાભાઈ સલાડનો સમાવેશ થાય છે. લોધિકા પોલીસે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર પાસે પરેશ પાનવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા બે શખસોને ઝડપી લીધા હતા. જેમાં મુન્ના રાજભર અને બરસાતિલાલ પાસવાનનો સમાવેશ થાય છે.
પડધરી પોલીસે અહીં તરઘડી ગામના બસ સ્ટેન્ડ પાસે વરલીના આંકડા લેતા જગદીશ બચુભાઈ માંગરોળીયાને ઝડપી લીધો હતો. તેમજ ગોંડલ બી ડિવિઝન પોલીસે કોલેજ ચોક પાસે જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમી રહેલા રવિ વલ્લભભાઈ સોલંકીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફે મોટા મહીકા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલીના આંકડા લઇ જુગાર રમતા રમેશભાઈ હરિભાઈ સોલંકી અને ઉમેશ ઉર્ફે વીકી કિશોરભાઈ સોલંકીને ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMરાજકોટમાં કનકનગરમાં કુરિયર પેઢીમાંથી ₹1,77,000 ની ચોરી કરનારને પોલીસે દબોચ્યો
September 28, 2024 06:58 PMરાજકોટ મનપાના ચોપડે ₹1350 કરોડથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી
September 28, 2024 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech