નાણાકીય વર્ષ ૨૦૨૪માં શેરબજારમાંથી રોકાણકારોને ૧૨૮ લાખ કરોડની કમાણી

  • March 29, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમતો નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪નો છેલ્લો દિવસ ૩૧ માર્ચ છે પરંતુ શેરબજારના રોકાણકારો માટે ૨૮ માર્ચ છેલ્લો દિવસ હતો. ગુડ ફ્રાઈડેના કારણે આજે ૨૯ માર્ચે અને સાાહિક રજાઓને કારણે ૩૦ અને ૩૧ માર્ચે શેરબજાર બધં રહેશે. આવી સ્થિતિમાં હવે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે ૧લી એપ્રિલથી શેરબજારમાં ટ્રેડિંગ શ થશે. નવા નાણાકીય વર્ષમાં બજાર કેવી રીતે વર્તશે તે જોવું મહત્વપૂર્ણ છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં શેરબજારે રોકાણકારોને મોટો નફો આપ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં સ્થાનિક શેરબજારમાં ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિમાં . ૧૨૮.૭૭ લાખ કરોડનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં સેન્સેકસ ૧૪,૬૫૯.૮૩ પોઈન્ટ અથવા ૨૪.૮૫ ટકા મજબૂત થયો હતો. જયારે નિટી ૪,૯૬૭.૧૫ પોઈન્ટ અથવા ૨૮.૬૧ ટકા વધ્યો હતો. તમને જણાવી દઈએ કે ૭ માર્ચ, ૨૦૨૪ ના રોજ, બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેકસ તેના અત્યાર સુધીના સર્વેાચ્ચ રેકોર્ડ ૭૪,૨૪૫.૧૭ પર પહોંચી ગયો હતો. આ સાથે  લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ૨૦૨૩–૨૪માં . ૧,૨૮,૭૭,૨૦૩.૭૭ કરોડ વધીને . ૩,૮૬,૯૭,૦૯૯.૭૭ કરોડ સુધી પહોંચી ગયું છે. આ વર્ષે ૨ માર્ચે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી . ૩૯૪ લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી હતી.

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના એમડી સુનિલ ન્યાતિએ જણાવ્યું  ફુગાવાની ચિંતા, વધતા વ્યાજ દર અને વૈશ્વિક મંદીની આશંકાઓ વચ્ચે દેશના શેરબજારે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં મજબૂતી દર્શાવી. ચાલુ વૈશ્વિક રાજકીય તણાવને કારણે થયેલા આંચકા પણ અલ્પજીવી હતા. બજારની મજબૂતાઈએ આ પડકારોને સારી રીતે પાર કરવામાં મદદ કરી. તેમણે કહ્યું કે ભારતીય શેરબજારમાં ઉછાળો મુખ્યત્વે ભારતીય અર્થતંત્રના મજબૂત પાયાને આભારી છે. જેના કારણે અર્થવ્યવસ્થા વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં સફળ રહી છે. સતત રાજકીય સ્થિરતાની અપેક્ષાઓ અને વધારાના આર્થિક સુધારાની શકયતા બજારને વેગ આપવામાં ચાવીપ ભૂમિકા ભજવી રહી છે. વધુમાં, વ્યાજ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે તે ધ્યાનમાં લેતા, તે વધુ વધવાની શકયતા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News