ભાટિયા પંથકના 12 ગામો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પશુ એમ્બ્યુલન્સની ભેટ મળતા કરાયૂ સ્વાગત

  • February 20, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા પુરષ્કૃત ૧૯૬૨ હરતું ફરતું પશુદવાખાનું યોજના અંતર્ગત 12 ગામ દિઠ ૧ પશુ એમ્બ્યુલેન્સની પશુપાલન મંત્રી તથા પશુ નિયામકને સફળ રજુઆત બાદ આજે પશુ એમ્બ્યુલેન્સ ભાટીયા ગામને મળી. આ પ્રસંગે ગામલોકો ગૌ સેવકો  તથા ભાટીયા ગ્રામપંચાયત  દ્વારા એમ્બયુલેન્સ તથા સ્ટાફનું સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસગે સરપંચના પતિનિધિ કે.વી. ચાવડા, જિ. પ સભ્ય અરવિંદભાઈ આંબલીયા, યુવા આહિર આગેવાન લખમણભાઈ આંબલીયા, ગૌ સેવકો ખીમાભાઈ ગોજીયા, પરેશ ભાઈ દાવડા, પશૂ ડોકટર તથા સ્ટાફ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ સેવાનો લાભ ભાટીયા સહિત ભાટવડીયા, ગોકલપર, બામણાસા, હડમતીયા, ગોજીનેશ, કેનેડી, પટેલકા, ખાખરડા, ભોપલકા, સીદસરા, ગઢકા તથા બાંકોડી ગામના લોકોને મળવાપાત્ર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application