47 હજારની રોકડ કબ્જે : દરેડ અને ચેલા વિસ્તારમાં દરોડા
જામનગર નજીક મસીતીયા રોડ, ચેલા ગામ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે 3 દરોડા પાડીને 12 શખ્સોને 47450ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી. આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પ્રોહી, જુગારના કેશ શોધી કાઢવા પંચ-બીના પીઆઇ વી.જે. રાઠોડ દ્વારા સુચના કરતા 3 સ્થળે સ્ટાફ દ્વારા જુગારધારાના કેસ કરવામાં આવ્યા હતા.
પંચકોશી-બીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જયદીપસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજાને સંયુકત બાતમી મળી હતી કે દરેડ મસીતીયા રોડ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાય છે જેના આધારે પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા હાલ દરેડ મુળ બિહારના સત્યેન્દ્ર રાજેન્દ્ર રોય, હાલ દરેડ ખોલી મુળ યુપીના જોખુલાલ હીરાલાલ રાજભર, રણજીત બિજનંદન ઢાળી, હાલ દરેડ ફેસ-3, મુળ એમપીના હરનામસીંગ તુલશીરામ પટબાને રોકડા 14240 અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં દરેડ જીઆઇડીસી ફેસ-3માં રહેતા નન્ને મનોજ પાલ, નળી વિસ્તારમાં રહેતા બિપીન રાજાભૈયા જાટવ, જીઆઇડીસી ફેસ-2માં રહેતા મનોજ બલરામ જાટવ, ચેલા વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે રહેતા બિપીન શ્યામસુંદર જાટવ નામના 4 શખ્સોને તિનપતીનો જુગાર રમતા ચેલા વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાંથી પકડી લીધા હતા તેની પાસેથી 20540ની રોકડ અને ગંજીપતા મળી આવ્યા હતા.
ત્રીજો દરોડો પેલા ગામ વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાડવામાં આવ્યો હતો જયાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જીઆઇડીસી ફેસ-2માં રહેતા ચંદ્રકુમાર બલરામ જાટવ, દરેડના આદેશ બલવીર જાટવ, ફેસ-3માં રહેતા અજય કલુ શ્રીવાસ અને દરેડ ફેસ-2માં રહેતા રાજુ તુલશીરામ જાટવને રોકડા 12670 સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech