શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વેપારીઓ પાસેથી ૧૧ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત

  • February 21, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ મહાપાલિકાને સુચના આપી છે ત્યારે ૧૨૦ માઇક્રોન સુધીના તમામ પ્લાસ્ટીક ઝબલા સહિતની વસ્તુનો ઉપયોગ બંધ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ૪ ટીમ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૭ વેપારીઓ પાસેથી ૧૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરીને તેમની પાસેથી રૂ.૭ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 


શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે, જેમની પાસેથી પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વધુ જથ્થો પકડાશે તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application