આદિતપરા અને કડછ ગામે જુગાર રમતા ૧૧ જુગારીઓ ઝડપાયા

  • September 19, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના આદિતપરા અને કડછ ગામેથી પોલીસે ૧૧ જુગારીઓને ૭૫ હજારથી વધુની રોકડ સાથે પકડી પાડ્યા છે જેમાં માત્ર પોરબંદર પંથકના નહીં પરંતુ ભાણવડ થી પણ જુગાર રમવા આવેલ જુગારી ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.
આદિતપરામાં દરોડો 
આદિતપરા ગામે વજસી પૂજા શીર ના ઘર પાસે જાહેરમાં રાત્રે ગલીમાં બે વાગ્યે જુગાર રમતા વજસી પૂજા ઉપરાંત દિગ્વિજયગઢ ગામના રમેશ નાથા કદાવલા, આદિતપરા ના રમેશ હીરા કદાવલા, રાજુ રામદે ગોહેલ ભાણવડ ગામે રણજીતપરામાં હનુમાન મંદિર પાસે રહેતા બીપીન બાબુ પિપરોતર અને આદિતપરા ગામના  રામ વેજા ઓડેદરા ને પોલીસે પકડીને ૩૧,૫૦૦ ની રોકડ કબજે કરી છે.
 કડછ ગામે દરોડો 
ઘેડ પંથકના કડછ ગામે વાછરા દાદા ના મંદિર પાસે ખુલી જગ્યામાં બપોરે જુગાર રમતા ભરત દેવા કડછા, નાગાજણ રાણા વાઢેર,રમેશ માલદે કડછા, કડછ ગામના રમેશ માલદે ઓડેદરા અને રાજા ઉર્ફે રાજુ દેવશી કડછાને પોલીસે ૪૩,૧૧૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application