દડં કરવો હોય એટલો કરો અમે નિયમોનું પાલન નહીં જ કરીએ એવી વાહન ચાલકોમાં માનસિકતા બંધાઈ ગઈ હોય તેમ આરટીઓ તત્રં દ્રારા ચેકીંગ દરમિયાન કરવામાં આવેલા કેસ અને ફટકારેલા દંડના આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે.
ઓકટોમ્બર મહિનામાં આરટીઓના ચેકીંગ દરમિયાન ટ્રાફિક અને રોડ સેફટીના નિયમના ભગં કરતા ૧૦૭૫ વાહન ચાલકોને ૪૩,૫૨,૦૦૨નો દડં ફટકારવામાં આવ્યો છે. જે સપ્ટેમ્બર મહિનાના આંકડા કરતા ત્રણ લાખ જેટલો વધુ છે.
જેમાં ખાસ કરીને સૌથી વધુ હેલ્મેટ, પીયુસી, વીમો સહિતના ડોકયુમેન્ટ અને સિલ્ટ બેલ્ટ વગરના ૩૧૮ કેસ કર્યા છે. બીજા નંબરે ભય જનક રીતે અને ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના ૧૬૮ જેટલા કેસ કરી ૩,૩૬૦૦૦નો દડં કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્રારા કરવામાં આવી હતી
કયા ગુનામાં કેટલો દડં ફટકારવામાં આવ્યો
(૧) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર૩૧૮૨,૭૧,૫૦૦
(૨) ભયજનક રીતે અને ઓવરસ્પીડ૧૬૮૩,૩૬,૦૦૦
(૩) ઓવરલોડીગ૧૪૨૧૮,૭૬,૦૦૦
(૪) ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન૧૧૮૨,૩૬,૦૦૦
(૫) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગ–લેન૬૫૬૫,૦૦૦
(૬) વાહન સેફટી એંગલ૬૧૬૧,૦૦૦
(૭) ફિટેનશ વગરના વાહન૫૬૨,૮૦,૦૦૦
(૮) ઓવર ડાઇમેન્સન૫૧૩,૧૭,૦૦૦
(૯) રેડિયમ રેફલેકટર– રોડ સેટી સબંધિત૪૪૪૪,૦૦૦
(૧૦) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન૨૪૨,૪૦,૦૦૦
(૧૧) ટેકસ વગર ચાલતા વાહનો૨૦૬,૧૪,૫૦૨
(૧૨) ગુડસ વાહનમાં મુસાફરી૦૮૧૧,૦૦૦
કુલ કેસ: ૧૦૭૫કુલ દડં ૪૩,૫૨,૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech