હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે મતદાન માટે જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. રાજ્યમાં કુલ 1031 ઉમેદવારો વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. હરિયાણામાં 20 હજારથી વધુ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ સાથે સાંજે પાંચ વાગ્યે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા મંગળવારે, 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે અને તમામ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવામાં આવશે. આ સાથે એ પણ નક્કી થશે કે હરિયાણામાં કોની સરકાર બનશે અને કોણ મુખ્યમંત્રી બનશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભાજપ-કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ તેમના જૂના નેતાઓ પર જ વિશ્વાસ નથી દશર્વ્યિો પરંતુ નવા ઉમેદવારોને ટિકિટ પણ આપી છે. ચૂંટણી મેદાનમાં ઘણા મોટા ચહેરાઓ છે જેમ કે મુખ્યમંત્રી નયબ સિંહ સૈની, પૂર્વ ગૃહ મંત્રી અનિલ વિજ, પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, દુષ્યંત ચૌટાલા, પૂર્વ કુસ્તીબાજ વિનેશ ફોગટ, કવિતા દલાલ. હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ્ની નજર હેટ્રિક પર છે, જ્યારે કોંગ્રેસને દાયકા પછી સત્તામાં પરત ફરવાની આશા છે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech