દશેરાએ શુભ–લાભ: ૧૦૦૦ કિલો જવેલરીનુ વેચાશે

  • October 12, 2023 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો સોનાના ભાવની સપાટી ૫૮ થી ૬૦૦૦૦ સુધીની રહેશે તો આ વર્ષે નવરાત્રી અને દશેરા એ સોનાનું વેચાણ ૭૦ થી ૮૦% એ પહોંચી જશે છેલ્લા ત્રણ વર્ષથી દશેરા અને દિવાળીના પર્વ પર સોની બજારમાં માત્ર શુકનભીના વ્યવહારો સચવાતાં હતા. આ વખતે તહેવારો પૂર્વે જ પીળી ધાતુના ભાવ તૂટા હતા અને ૫૮૦૦૦ સુધી પહોંચ્યા હતા જોકે તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શ થતાં ભાવમાં આંશિક વધારો આવ્યો છે જોકે આ બાબતે સોની બજારના જાણકારો જણાવી રહ્યા છે કે આ વખતે શ્રાદ્ધ પર્વમાં પણ બજારમાં ખરીદીનો કરટં જોવા મળ્યો હતો જેના પરથી એવું વિશ્લેષણ થઈ રહ્યું છે કે દશેરા અને દિવાળીમાં ઝવેરી બજારમાં ફુલબહારમાં તેજી નીકળશે.


હાલમાં શહેરની તમામ બજારમાં તહેવારોની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ ફીલ્ડમાં હકારાત્મક અસર વર્તાઈ રહી છે. ત્રણ મહિના બાદ સોનાના ભાવની સપાટી ૬૦,૦૦૦ ની આસપાસ પહોંચતા સોનાની માંગ પણ વધી છે. ખાસ કરીને જેમના ઘરમાં દિવાળી પછી પ્રસગં છે તેઓ અને ઇન્વેસ્ટરો પણ હાલમાં રોકાણ માટેની તકનો લાભ લઈ રહ્યા છે. સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવાનું ટાળતા હોય છે. પરંતુ ત્રણ મહિના બાદ ૬૫,૦૦૦ ની સપાટીએ તો ના ના ભાવ પહોંચ્યા હતા જે હવે ૫૮૦૦૦ એ આવી જતા ગ્રાહકોએ ખરીદી કરી હતી અને નીચા ઉતરતા ભાવમાં મોટાભાગના ગ્રાહકોએ વેલરીના ઓર્ડરો પણ બુક કરાવ્યા છે અને ડીલેવરી દશેરાના શુભ પર્વ પર લેશે તેવું વલણ આ વર્ષે સોની બજારમાં જોવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વૈશ્વિક કક્ષાના બે મોટા એકિઝબિશન યોજાઈ ગયા જેમાં રાજકોટના સોની વેપારીઓને અત્યાર સુધીમાં સૌથી મોટા ઓર્ડર મળ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની ઝવેરી બજારમાં દશેરા ના તહેવારમાં ખાસ મહત્વ સોના ચાંદીના દાગીના નું રહેલું હોવાથી ઝવેરી એસોસિએશન પણ ગ્રાહકોની મહત્તમ લાભ મળે તે માટે આ પર્વ દરમિયાન ખાસ ધડામણ પણ ડિસ્કાઉન્ટ ઓફર લાવતા હોય છે જેની તૈયારીઓ અત્યારથી જ એસોસિએશન દ્રારા શ કરી દેવામાં આવી છે.


બુલિયન બજારના તજજ્ઞ વિશ્લેષકો દ્રારા એવી ધારણા કરવામાં આવી છે કે, તહેવારોનો રગં અન્ય બજારની સાથે ઝવેરી બજારમાં પણ ઘૂંટાશે. જેની પાછળનું કારણ સોનાના ભાવની સપાટી ૬૫,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી ત્યારે બજારમાં મંદી જોવા મળી હતી અને હવે આ ભાવ હાલમાં ૬૦ હજાર પહોંચતા લોકો માટે પણ ખરીદીમાં ફાયદો હોવાથી નવરાત્રી અને દશેરાના વેલરી ઉપરાંત સોનામાં પણ રોકાણ કરવાની તક ચૂકસે નહિ.


ગત અઠવાડિયે સોનાના ભાવ ૫૮૦૦૦ પહોંચી ગયા હતા અને હજુ પણ આ ભાવ તૂટશે તેઓ આશાવાદ હતો પરંતુ વિશ્વ બજારમાં સંઘર્ષની પરિસ્થિતિના લીધે તેની અસર પીળી ધાતુ પર જોવા મળી રહી છે. બજારના ટોચના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ સિઝનથી દશેરા અને દિવાળીમાં સોનાની માંગ ૩૦ થી ૪૦ ટકા હતી. જેની સરખામણીએ જો સોનાના ભાવ ૫૮ થી ૬૦૦૦૦ સુધી રહેશે તો ૭૦ થી ૮૦% ની માંગ ઉભી થશે તહેવારો દરમિયાન રાજકોટની સોની બજારમાં ૨૦૦ ગ્રામ થી બે કિલો સુધી સોના ના સોદા થાય છે.જો ઝવેરીઓની ધારણા મુજબ વર્તમાન સમયમાં જે તેજી છે તે યથાવત રહેતે તો માત્ર દશેરા ના પર્વ માં જ અંદાજે ૧૦૦૦ કિલો ગોલ્ડનો વેચાણ થશે એવું અનુમાન થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application