ઈંગ્લેન્ડની સેન્ટ્રલ બેંકમાંથી ૧૦૦ ટન સોનાની ભારતમાં 'ઘર વાપસી' થશે

  • May 31, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય રિઝર્વ બેંકે બ્રિટનનીસેન્ટ્રલ બેંકમાંથી વર્ષેાથી જમા કરાયેલું ૧૦૦ ટન સોનું તેના ખાતામાં પરત મેળવ્યું છે. દેશના સોનાના ભંડારમાં વધારો થવાથી દેશની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર થશે તે નિશ્ચિત છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા બ્રિટનથી દેશમાં ૧૦૦ ટનથી વધુ સોનું લાવવામાં આવ્યું છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.એક સમય હતો યારે દેશનું સોનું બહાર રાખવાના સમાચાર સાંભળવા મળતા હતા, પરંતુ હવે ભારત પોતાનું સોનું પાછું લાવી રહ્યું છે.એક અહેવાલ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ ૧૦૦ ટન સોનું ભારતમાં લાવવામાં આવશે. ભવિષ્યમાં નાણાકીય સ્થિરતા જાળવવા માટે આરબીઆઈ દેશની તિજોરીમાં સોનાનો જથ્થો વધારી રહી છે.



ભારતીય અર્થતંત્રની બદલાતી પરિસ્થિતિઓ
સદીઓથી ભારતીયો માટે સોનું એ ભાવનાત્મક મુદ્દો રહ્યો છે... અહીં દરેક ઘરમાં સોનું હોય છે અને તેને વેચવું યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ ૧૯૯૧ માં, ચદ્રં શેખર સરકાર દ્રારા ભારતની અર્થવ્યવસ્થાનું સંચાલન કરવા માટે કિંમતી ધાતુને ગીરવે મુકવામાં આવી હતી. જોકે, આરબીઆઈએ લગભગ ૧૫ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફડં પાસેથી ૨૦૦ ટન સોનું ખરીધું હતું. આ ભારતીય અર્થતંત્રની બદલાતી પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ દર્શાવે છે, જે ૧૯૯૧ની સ્થિતિથી સંપૂર્ણપણે અલગ છે


ભારતની તિજોરી સોનાથી સમૃદ્ધ બની રહી છે
વર્ષ ૧૯૯૧ની શઆત પછી આ પહેલીવાર છે યારે સ્થાનિક સ્તરે રાખવામાં આવેલા સ્ટોકમાં આટલી મોટી માત્રામાં સોનાનો સમાવેશ કરવામાં આવ્યો છેઆગામી મહિનામાં આટલું જ સોનું દેશમાં પાછું મોકલવામાં આવી શકે છે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરના ડેટા અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે માર્ચના અંતમાં ૮૨૨.૧ ટન સોનું હતું, જેમાંથી ૪૧૩.૮ ટન વિદેશમાં હતું. હવે આ સોનું ધીમે ધીમે ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક ડેટા અનુસાર, તાજેતરના વર્ષેામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સોનાની ખરીદી કરતી મુખ્ય કેન્દ્રીય બેંક છે, જેણે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન તેના અનામતમાં ૨૭.૫ ટન સોનું ઉમેયુ છે


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સોનું કેમ ખરીદી રહી છે
બેન્ક ઓફ ઈંગ્લેન્ડ લાંબા સમયથી વિશ્વભરની મધ્યસ્થ બેન્કો માટે મુખ્ય ભંડાર છે. ભારત પણ આઝાદી પહેલાથી લંડનની બેંકોમાં પોતાનું સોનું રાખે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ કહ્યું, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ થોડા વર્ષેા પહેલા સોનું ખરીદવાનું શ કયુ હતું. અને તે ભારતનું સોનું કયાંથી પાછું લાવી શકે તેની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિદેશમાં સ્ટોક વધી રહ્યો હોવાથી થોડું સોનું ભારતમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ભવિષ્યના સંજોગોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application