વનરાજાઓના વેકેશનનો આજે છેલ્લો દિવસ..સાસણ (ગીર)માં કાલથી સિંહ દર્શન શરૂ ૧૦૦ નવી મોડીફાઈડ કારો સેવામાં મુકાશે

  • October 15, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 જંગલના વનરાજા એશિયાટીક સિંહોનું ચાર માસ બાદ આવતીકાલથી વેકેશન  પૂર્ણ  થતા જ સાસણગીર  પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લ ું મૂકવામાં આવશે. સાસણગીર ઉપરાંત જૂનાગઢમાં આવેલ ગીર નેચર સફારી પાર્ક પણ પ્રવાસીઓ માટે ખુલ્લ ુ મુકાશે  ચોમાસાની સિઝન અને સિંહના મેટિંગ પિરિયડને  લઈ સાસણગીર ચાર માસ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. 16 ઓક્ટોબરથી સિંહનું વેકેશન પૂર્ણ થશે સાસણગીરમાં  સિંહ દર્શન માટે પ્રવાસીઓએ દિવાળી સુધી એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે તેમજ હોટલોમાં પણ બુકિંગ કરાયું છે. આવતી કાલે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને ગુલાબનુ ફુલ આપી પ્રવાસીઓની આવકારાશે, લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે
સિંહ દર્શન માટે પ્રવાસીઓને ખાનગી જીપસીઓ માં લઈ જવામાં આવતા હતા પ્રવાસીઓના ઘસારાને લઇ આ વર્ષે વેકેશન ખુલતા જ વન વિભાગ દ્વારા  100નવી મોડીફાઇડ કાર  પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં છ પ્રવાસીઓ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા હશે. સાસણગીરમાં મુલાકાતિઓ માટે દરરોજની 150 પરમીટો આપવામાં આવે છે જેમાં વહેલી સવારે 50,9 વાગ્યે 50 અને બપોરે 3 વાગ્યે 50 પરમીટ કાઢવામાં આવે છે જ્યારે રજાના દિવસોમાં 180 પરમીટો કાઢવાની હોય ત્યારે દરેક ટ્રીપમાં  10 પરમિટ વધારવામાં આવે છે. હાલ તો દિવાળીના વેકેશન સુધી સાસણગીરમાં અને હોટલોમાં એડવાન્સ બુકિંગ માટે પ્રવાસીઓનો ભારે ઘસારો છે.સાસણગીરમાં જીપ્સી ભાડુ 2 હજાર હતું જ્યારે મોડીફાઇડ કાર રાખવામાં આવતા પ્રવાસીઓને ભાડા વધારાનો પણ ડામ સહન કરવો પડશે ,1 હજાર પરમીટ ચાર્જ અને 400 ગાઈડ ચાર્જ જીપ્સીના બદલે મોડીફાઇડ કાર રાખવામાં આવતા અગાઉ જીપ્સીના ચાર્જ 2,000 હતા તેને બદલે હવે મોડીફાઇડ કારમાં બેસવા પ્રવાસીઓને  3,500 રૂપિયા આપવા પડશે.    સાસણગીર ઉપરાંત જૂનાગઢમાં પણ આવેલ ગીર નેચર સફારી પાર્ક ચાર માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્લ ું મૂકવામાં આવશે. ગીર નેચર સફારી પાર્કમાં પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ અને પરમીટ કાઢી ખુલ્લ ી જીપ્સીમાં પ્રવાસીઓને લઈ જવામાં આવે છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News