પ્લાસ્ટીકના ૧૮ વેપારીઓ પાસેથી ૧૦ કિલોનો જથ્થો જપ્ત: ૯ હજારનો દંડ વસુલાયો

  • August 04, 2023 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન દ્વારા ૧૨૦ માઇક્રોન સુધીના પ્લાસ્ટીકના ઝબલા સહિતની વસ્તુઓ વાપરનારાઓ સામે કડક પગલા

જામનગર મહાપાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારાઓ સામે કડક પગલા લેવાની કાર્યવાહી શરુ કરી છે, જેમાં ૧૮ વેપારીઓ પાસેથી ૧૦ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી તેમની પાસેથી રુા.૯ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
પર્યાવરણ  માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા  ૧ર૦ માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-૧૮ ધંધાર્થી /વેપારીઓ પાસેથી ૧૦  કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવેલ, તેમજ રૂા.૯,૦૦૦નો દંડ વસુલ લેવામાં આવેલ.
આગામી સમયમાં આ ઝુબેશ વધુ સઘન બનાવી જપ્તીકરણ, દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ, વિક્રેતાઓ, ધંધાર્થીઓ, દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application