ઉનાના ખાપટ ગામે કોંગ્રેસના ૧૦ આગેવાનો ભાજપમાં જોડાયા

  • May 06, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉનાના ખાપટ ગામે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો આવ્યો હતો. જેમાં ઉનાના ખાપટ ગામે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા ધારાસભ્યએ તમામ કોંગ્રેસ આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં જોડયા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો યુવાનો કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહ્યા હતા.   

ઉનાના ખાપટ ગામે કોંગ્રેસના આગેવાન પ્રતાપભાઈ ગોવિંદભાઈ બારૈયા, ધીરુભાઈ પાંચાભાઇ બારૈયા, મનહરભાઈ અરશીભાઈ બારૈયા, મોહનભાઈ વીરાભાઈ બારૈયા, રામભાઈ નારણભાઈ બારૈયા, હિરેનભાઈ કરશનભાઈ બારૈયા, ભાણાભાઈ કાનાભાઈ બારૈયા, રામજીભાઈ પાંચાભાઈ બારૈયા, અરવિંદભાઈ પાંચાભાઈ બારૈયા, ભરતભાઈ ભગાભાઈ બારૈયા સહિતના આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં હતા. આ તમામ આગેવાનોને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કેસરીયો ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ શીંગડ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, સરપંચ કાનાભાઈ બાંભણીયા સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application