જામનગર નજીક છત પરથી પટકાતા યુવાનનો ભોગ લેવાયો

  • July 05, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક પેટ્રોલપંપની પાછળ સિઘ્ધનાથ એન્ટરપ્રાઇસ કારખાના પાસે છત પરથી અકસ્માતે નીચે પડી જતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ છે. બનાવની જાણ થતા પોલીસ ટુકડી દ્વારકા તપાસ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​
જામનગર નજીક સિઘ્ધનાથ એન્ટરપ્રાઇસ શેરી નં. ૧૧માં રહેતા અને મુળ એમપીના રાયપુરાના વતની રવિન્દ્ર લાલસીંગ જાટવ (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇકાલે કારખાના પાસે કોઇ કારણસર છત પરથી નીચે પડી જતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં મૃત્યુ નિપજયુ હતું.આ અંગે કમલ કિશોરભાઇ જાટવ દ્વારા પંચ-બીમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application