BREAKING NEWS

જામનગર શહેરના નવા બ્રીજ પરથી બાઇક સહિત પટકાતા યુવાનનું મોત

  • February 16, 2026 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં નવા બ્રીજ પરથી બાઇક સહિત નીચે પટકાતા ગંભીર ઇજા સબબ એક યુવાનનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ફોરેસ્ટ ગેઇટ પાસેના નવા પુલ ઉપરના ભાગે આરસીસીની દિવાલ સાથે બાઇક અચાનક અથડાઇ જતા બનાવ બન્યો હતો.


જામનગરના વુલનમીલ નજીક ખેતીવાડી સામે શેરી નં. ૮માં રહેતા દિનેશ વેલજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) નામનો યુવાન રાત્રીના પોતાની મોટરસાયકલ નં. જીજે૧૦સીએચ-૬૬૭૫ ચલાવીને તેના ઘરેથી ગુલાબનગર તરફ અંબર ચોકડીથી વિકટોરીયા પુલ સુધીના નવા પુલ પર ફુલસ્પીડે ચલાવીને જતો હતો.


દરમ્યાન ફોરેસ્ટ ઓફીસ ગેઇટના નવા પુલ ઉપરના ભાગે પહોચતા ડાબી બાજુ આરસીસી દિવાલ સાથે તેની મોટરસાયકલ અચાનક અથડાઇ જતા બાઇક સહિત નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આથી ૧૦૮ ને જાણ કરવામાં આવતા તાકીદે એમ્બ્યુલન્સ ત્યાં આવી હતી અને જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે જોઇ તપાસ મરણ ગયાનું જણાવ્યુ હતું. 
​​​​​​​

આ બનાવ અંગે ખેતીવાડી સામે રહેતા વેલજી દેવાભાઇ રાઠોડ દ્વારા સીટી-બી ડીવીઝનમાં મોડી રાત્રીના જાહેર કર્યુ હતું જેના આધારે પીએસઆઇ મોઢવાડીયા તપાસ ચલાવી રહયા છે. યુવાનના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application