એક્સ ડાઉનઃ કલાકો સુધી યુઝર્સને વેબસાઈટ અને એપનો ઉપયોગ કરવામાં સમસ્યા

  • December 21, 2023 03:50 PM 



આઉટેજને લઈને કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન નહી, કેટલાક યુઝર્સના અકાઉન્ટ ઓટોમેટીકલી થયા લોગ આઉટ


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) ડાઉન હોવાને કારણે, વિશ્વના વિવિધ ભાગોમાં સેંકડો યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર અનુસાર, આજે (૨૧ ડિસેમ્બર) વિશ્વના વિવિધ ભાગોમાંથી ૭૦૦૦ થી વધુ યુઝર્સએ એક્સ ડાઉન હોવાની જાણ કરી છે.


યુઝર્સએ સવારે ૧૦:૫૪ વાગ્યે એક્સ મામલે સમસ્યાઓની જાણ કરવાનું શરૂ કર્યું. ઘણા યુઝર્સ હજુ પણ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એપ યુઝર્સને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનડિટેક્ટર મુજબ, એક્સ આઉટેજની જાણ કરનારા કુલ ૭,૧૯૩ યુઝર્સ માંથી, ૫૬% યુઝર્સ વેબસાઇટ સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.


રિપોર્ટ કરનારા કુલ યુઝર્સ માંથી ૩૫% વેબસાઈટ યુઝર્સ છે, જયારે ૯% યુઝર્સએ સર્વર કનેક્શન સમસ્યાઓની જાણ કરી છે. હાલમાં, આ આઉટેજને લઈને કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થઇ રહેલી સમસ્યાઓના કારણે, એપનો ઉપયોગ કરનારા યુઝર્સને નવી પોસ્ટ જોવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ફીડ રિફ્રેશ ન હોવા ઉપરાંત, તે કેટલીક પોસ્ટ્સની મીડિયા ફાઇલો પણ જોઈ શકાતી નથી. કેટલાક વેબ યુઝર્સએ જાણ કરી છે કે એક્સ ડાઉન થવાને કારણે તેમનું એકાઉન્ટ આપમેળે લોગ આઉટ થઈ ગયું છે. અગાઉ આ વર્ષે ઓગસ્ટ અને જુલાઈમાં પણ એક્સ યુઝર્સને આઉટેજની આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application