ઈમરાન હાશ્મીના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એ છે કે ઈમરાન આગામી ફિલ્મ ડોન 3માં વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતને સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવી. પરંતુ ઈમરાન ફરહાન અખ્તરની ઓફિસમાં જોવા મળ્યો હતો. જેને કારણે એવી અટકળો એ વેગ પકડયો છે કે લીડ એક્ટર રણવીર સિંહ પછી ઈમરાન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે.
હાલ એ વાતે જોર પકડયું છે કે ઈમરાન હાશ્મીએ ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'ડોન 3'માં વિલનની ભૂમિકા ભજવવા માટે પોતાનું નામ આગળ કર્યું છે. આ બાબતે અહેવાલ છે કે ઇમરાન હાશ્મીએ ફરહાન અખ્તર સાથે મુલાકાત કરી છે. એટલે જો બધું બરાબર રહેશે તો ઇમરાન રણવીર સિંહ સાથે રૂબરૂ મુલાકાત કરશે અને આ માટે સત્તાવાર જાહેરાત પણ થઇ શકે છે.
તમને જણાવી દઈએ કે અભિનેતા ઈમરાન છેલ્લે ટાઈગર 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં તેનો લુક અને અપિયરન્સ દર્શકોને ખૂબ જ પસંદ પડયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નથી પરંતુ ઈમરાને તેની શાનદાર એક્ટિંગથી દર્શકોને ચોક્કસપણે પ્રભાવિત કરી દીધા.
જોકે સોશિયલ મીડિયા પર ઇમરાન હાશ્મીનો એક વિડિયો જોવા મળ્યો છે. તેમાં ઈમરાન હૂડી-સ્ટાઈલ સ્વેટશર્ટ અને જીન્સમાં સજજ થઇ શટરબગ્સ માટે પોઝ આપતા અને મજેદાર વાતચીત કરતા પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર શેર થયેલા આ વિડિયો પર ઇમરાનના ફેન્સ ડોન-3 માટે અભિનેતા ઇમરાનને કમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેમના ફેન્સ ઇમરાન હાશ્મી ડોન-3માં જોવા મળશે એ માટે સત્તાવાર જાહેરાતની રાહ જોઇ રહ્યાનું પણ કહી રહ્યા છે એટલે ઇમરાનના ફેન્સ પણ હાલ ખૂબ જ ઉત્સાહમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech