"તું મારી સામે કેમ જોવે છે ?" કહીને મારવાડી કોલેજના છાત્ર પર હુમલો, ઢિકાપાટુનો માર મારી છરી ઝીંકી દીધી

  • June 06, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના ૮૦ ફૂટ રોડ પર પાનની દુકાને સામે જોવા બાબતે મારવાડી કોલેજના છાત્ર અને તેના મિત્ર પર ૧૧ જેટલા શખસોએ હુમલો કરી તેને છરી મારી દીધી હતી.ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડામાં આવ્યા છે.બનાવ અંગે છાત્રની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસે આરોપીઓ સામે રાયોટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.




બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે આર.કે.ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને મારવાડી કોલેજમાં બી.બી.એના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનાર પ્રીન્સ સંજયભાઈ રૂપારેલીયા( ઉ.વ. ૧૯) દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજ કાઠી,પ્રિન્સ રાજપુત ઉર્ફે અક્ષીત,રાજા તથા અન્ય આઠ જેટલા અજાણ્યા શખસોના નામ આપ્યા છે.



યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ કાલ રાત્રીના સાડા દસ વાગ્યા આસપાસ તે તથા તેનો મિત્ર ઈન્દ્રેશ પઢારીયા ૮૦ ફુટના રોડ ઉપર આવેલ નાગબાઈ પાનના ગલ્લા ઉપર પાણીની બોટલ લેવા માટે ગયેલા તે વખતે મારો મિત્ર ઈન્દ્રે શ ગલ્લા ઉપર પાણીની બોટલ લેવા માટે ગયા હતાં.યુવાન એકટીવા ઉપર બેસીને ફોન ઉપર વાત કરતો હતો તે વખતે બે અજાણ્યા માણસો આવેલા અને તેઓ પીધેલ હાલતમાં હતા તે સામુ જોતા યુવાન પણ તેની સામુ જોયેલ જેથી આ બંને જણા પૈકી એક શખસે યુવાનનો કાંઠલો પકડી ગાળો દેવા લાગ્યો હતો અને જણાવેલ કે હું રાજ કાઠી હું આ એરીયાનો બાપ છું તેવું બોલતા યુવાને કહ્યું હતું કે, મારે તારી સાથે કાંઈ લેવા દેવા નથી તેવું કહેતા આ રાજ કાઠી યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ રાજ કાઠીએ ફોન કરીને તેના બીજા માણસોને બોલાવતા થોડીવારમાં જ ધીરે ધીરે બીજા આઠ-દશ જેટલા માણસો આવી ગયેલા જેમાં પ્રિન્સ રાજપુત ઉર્ફે અક્ષીત તથા રાજાભાઈ નામના માણસ હતા આ રાજાભાઈના હાથમાં છરી હતી અને બધા માણસો યુવાનને ગાળો બોલી ગડદાપાટુનો મારમારવા લાગતા મિત્ર ઈન્દ્રેશ મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ આ માણસોએ ગડદાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન રાજાભાઈ પાસેથી છરી રાજ કાઠીએ લઈને પ્રિન્સને ગળાના પાછળનાં ભાગે સહેજ વાગી ગયેલ જેથી લોહી નીકળવા લાગેલ તેવામાં બુમાબુમ થતા આ લોકો ભાગી ગયા હતાં.



ત્યારદબાદ યુવાનને મિત્ર કુલદીપભાઈ કાનાબાર આવી જતા તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ૧૦૮ આવી જતા તેમાં યુવાન તથા તેના મિત્રને સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતાં.આ અંગે યુવાનની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવની વધુ તપાસ પીએસઆઇ કે.ડી.મારૂ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application