શા માટે સરયૂ નદીનું જલ પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતું નથી? જાણો પૌરાણિક કથા

  • January 06, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરયૂ નદીનું નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. સરયુ નદી ઉત્તરપ્રદેશના અયોધ્યામાંથી વહે છે. અયોધ્યા એટલે ભગવાન શ્રીરામની જન્મભૂમિ. અયોધ્યાની ભૂમિને ફળદ્રુપ બનાવવામાં અને ભગવાન શ્રીરામની સાક્ષી બનવામાં સરયૂ નદીનું વિશેષ યોગદાન રહેલું છે. અયોધ્યા માટે સરયૂ નદી એ આશીર્વાદ છે જે હવે એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી આવી છે અને પવિત્ર ભૂમિ તરીકે આદરણીય છે. આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાંથી વહે છે. પરંતુ આ નદી શ્રાપિત છે અને અહીં સ્નાન કરવાથી લોકોના પાપ તો નષ્ટ થઈ જાય છે પરંતુ તેમને કોઈ પુણ્ય પણ નથી મળતું. જીહા, આ વાત જાણીને આશ્ચર્ય પણ એટલું થાય છે. તો અમે આપને જણાવી શું કે સરયૂ નદી શા માટે શ્રાપિત છે અને કોઇ પણ ધાર્મિક કાર્યમાં શા માટે સરયૂ નદીના જલનો ઉપયોગ કરવામાં આવતો નથી.


પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રીરામે સરયૂ નદીમાં જળ સમાધિ લઈને તેમની લીલાઓનો અંત આણ્યો હતો. જેના કારણે ભગવાન ભોલેનાથ સરયૂ નદી પર ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે સરયૂ નદીને શ્રાપ આપ્યો કે તેનું જલ મંદિરમાં અર્પણ કરવામાં આવશે નહીં અને સરયૂ નદીનું જલ પૂજાપાઠમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે નહીં.


ત્યાર બાદ માતા સરયૂ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ આમાં મારો શું વાંક છે. આ તો વિધિનું વિધાન હતું. જે પહેલાથી જ નિર્ધારિત હતું. તેમાં હું શું કરી શકું? માતા સરયૂની ઘણી વિનંતી બાદ ભગવાન ભોલેનાથે તેમને કહ્યું કે, હું મારો શ્રાપ પાછો લઈ શકતો નથી પરંતુ શક્ય છે કે તમારા પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જશે પરંતુ તમારા જલનો ઉપયોગ પૂજા અને મંદિરોમાં થશે નહીં તેમજ કોઇને પુણ્ય પણ મળશે નહી. ત્યારથી સરયૂ નદીના જલને પ્રાર્થના અને પૂજામાં સામેલ કરવામાં આવતું નથી. પણ હા,સરયૂ નદી ખાતે લોકો સ્નાન કરી કે ડૂબકી મારી તેમના પાપ ધૂએ છે.


તમને જણાવી દઈએ કે આ પૈરાણિક માન્યતાની મહત્તા આજે પણ એટલી જ છે અને આજે પણ લોકો આ પૌરાણિક માન્યતા અનુસાર સરયૂ નદીના તટ પર ધાર્મિક આયોજન કરે છે. આ સ્થળ પર યજ્ઞ કરવામાં આવે તો તેના માટે સાત નદીઓનું પાણી લાવવામાં આવે છે. સરયૂ એ સાત નદીઓમાં સામેલ નથી. જેમાંથી પાણી લાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રાપિત હોવાને કારણે સરયુ નદીના કિનારે કુંભ અથવા અર્ધ કુંભ સહિતના કોઇ પણ આયોજન કરવામાં આવતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News