વિરાટ કોહલીએ પાકિસ્તાની ખેલાડીઓને ગળે લગાવતા આ દિગ્ગજ ક્રિકેટરને આવ્યો ગુસ્સો, થયો હંગામો!

  • September 04, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયા કપ 2023માં જ્યારે ભારત-પાકિસ્તાનની ટક્કરની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા પણ આં મેચ વરસાદના કારણે રદ થઇ ગય હતી, જો કે મેચમાં ટીમ ઇન્ડિયાનું પર્ફોમન્સ અને અન્ય કેટલીક ઘટનાઓની ચર્ચા હજુ પણ થઇ રહી છે. મેચ પહેલા વિરાટ કોહલીની એક તસવીર વાયરલ થઈ હતી. તે તસવીરમાં વિરાટ કોહલી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. 


વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડીઓ સાથે સારી મિત્રતા છે અને જ્યારે પણ આ બંને ટીમો એકબીજા સાથે ટકરાતા હોય છે ત્યારે ઘણી વાર આવી મિત્રતા જોવા મળે છે. જોકે કેટલાક લોકોને વિરાટ કોહલીનું આ વલણ પસંદ આવ્યું નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને એશિયા કપમાં કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીર આ મુદ્દે ઘણું બોલ્યા છે. 

ગૌતમ ગંભીરે કહ્યું કે અમારા સમયમાં એવું નથી બન્યું કે કોઈ વિરોધી ખેલાડીઓને ગળે લગાવે અને તેમના ખભા પર હાથ મૂકે. મેચ દરમિયાન ખેલાડીની નજરમાં આક્રમકતા હોવી જોઈએ. કારણ કે તે સમયે તમે તમારા દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. તમારે જીતવા વિશે વિચારવું જોઈએ. ગંભીરે કહ્યું કે તે 6-7 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયે તમે માત્ર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી ન હતી પરંતુ તમે 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા હતા.

પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ વિરાટને પોતાનો આઇડલ માને છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પોતે વિરાટના વીડિયો જોઈને કેટલીક બાબતો શીખવાનો પ્રયાસ કરે છે. આ વાત ખુદ બાબરે ઈન્ટરવ્યુમાં કહી છે. વિરાટ કોહલી પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. આ ખેલાડી માત્ર 4 રન બનાવીને બોલ્ડ થયો હતો. તેની વિકેટ શાહીન આફ્રિદીએ લીધી હતી. માત્ર વિરાટ જ નહીં, રોહિત શર્મા, શુભમન ગિલ પણ પાકિસ્તાન સામે કંઈ કરી શક્યા નથી. મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને શાનદાર સદીની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને 266 રન સુધી પહોંચાડી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application